ભીષણ ચક્રાવાતી વાવાઝોડું તૌકતે શનિવારે પૂર્વી મધ્યા અરબ સાગરના ઉપરના છેલ્લા 6 કલકામાં લગભગ 13 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
18મેના બપોરે અને સાંજની સમયે પોરબંદર અને નલિયાની વચ્ચે ગુજરાતના તટને પાર કરે તેવી શક્યતા છે.
• આઈએમડીએ કહ્યું કે મુંબઈ શહેર વધારે પ્રભાવિત થશે નહીં. કોંકણમાં સ્થિતિ વણસી શકે છે. આ સિવાય મહારાષ્ટ્રની રાજધાનીમાં રવિવાર બપોર બાદ વરસાદની આશા છે
⇒મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લાની સાથે ગોવાના અનેક વિસ્તારોમાં વરસાદ અને હવાનો પ્રભાવ જોવા મળશે. આ સમયે હવાની ગતિ 60-70 કિમી/કલાક રહેશે. એટલે કે આઈએમડીએ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
એક નિવેદનમાં કહ્યું છે કે પીએમએ પ્રભાવિચ વિસ્તારોની હોસ્પિટલમાં કોરોના પ્રબંધ, વેક્સીનેશન, લાઈટની વ્યવસ્થા, જરૂરી દવાઓ અને ઉપાયની ખાસ તૈયારીઓ કરી છે. તૌકતે વાવાઝોડું તેજીથી ગુજરાતતરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડાના કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક બોલાવી હતી.
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.