તક્ષશિલા આગહોનારત બાદ સુરતના ફાયર વિભાગ માટે રૂ.6.60 કરોડના ખર્ચે ટર્ન ટેબલ લેડર ખરીદાશે

સુરતમાં તક્ષશિલા દુર્ઘટના બાદ આગની દુર્ઘટનાને પહોચી વળવા માટે એક ટર્નટેબલ લેડર  ખરીદવામાં આવ્યું હતું હાલમાં ૬.૬૦ કરોડના ખર્ચે  ૫૫ મીટર ઉંચાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર ખરીદવા માટે કવાયત  શરૃ થઈ ગઈ છે.

સુરત મ્યુનિ.ની  સ્થાયી સમિતિમાં જર્મનની  એક કંપની પાસે ૬.૬૦ કરોડ રૃપિયાના ખર્ચે ૫૫ મીટર ઉંચાઈ સુધી જતું ટર્ન ટેબલ લેડર ખરીદવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તક્ષશિલાની દુર્ઘટના બાદ મ્યુનિ. ના ફાયર વિભાગને વધુ સજ્જ બનાવવા માટેની કામગીરી થઈ રહી છે જેમાં ૫૫ મીટર ઉંચાઈ ધરાતું એક ટર્ન ટેબલ લેડર ખરીદવામા આવ્યું હતું ત્યાર પછી ૪૪ મીટરની ઉંચાઈ ધરાવતું  ટર્ન ટેબલ લેડર ખરીદવા માટે ઓર્ડર આપી દેવામા આવ્યો છે જેની ડિલેવરી મ્યુનિ.ને બે વર્ષ બાદ મળશે. હાલમાં હદ વિસ્તરણ બાદ મ્યુનિ.એ  ૫૫ મીટર ઉંચાઈ ધરાવતું વધુ એક ટર્ન ટેબલ લેડર ખરીદવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામા ંઆવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.