સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા પછી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઇને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત, સાબરકાંઠા, રાજકોટ અને બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસને બંધ કરવાના આદેશો આપ્યા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્યા પછી જ ટ્યુશન ક્લાસ શરૂ કરવા દેવામાં આવતા હતા. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ લોકોને સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ ભુલાતો જાય છે. તંત્રની કામગીરી ઢીલી થઇ જાય છે અને સંચાલકો ફરીથી મનમાની કરીને બાળકોને ભવિષ્યને જોખમમાં મૂકીને ગમે તેવા એપાર્ટમેન્ટમાં કે, ભોયરામાં ટ્યુશન ક્લાસ શરૂ કરીદે છે.
અમદાવાદમાં બાળકોના જીવને જોખમમાં મુકતા એક ટ્યુશન ક્લાસનો પર્દાફાશ થયો છે. આ ટ્યુશન કલાસે તંત્રની કામગીરીની પોલ પણ ખોલી નાંખી છે. ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને અને બાળકોની સલામતીને જોખમમાં મુકતા ટ્યુશન ક્લાસનું નામ છે એમ. એમ. પટેલ કલાસીસ. આ કલાસીસ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખોડીયાર નગરના એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહ્યું છે. આ ટ્યુશન કલાસીસમાં ધોરણ 1થી 12ના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે અને ક્લાસની સંખ્યા ઓછી હોવાના કારણે ભોયરામાં ક્લાસ બનાવામાં આવ્યા છે. આ ક્લાસમાં બાળકોને બેસાડીને ભણવામાં આવે છે.
મહત્ત્વની વાત તો એ છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો આ ટ્યુશન કલાસીસમાં મુકવામાં આવ્યા નથી. આ ઉપરાંત જે કોમ્પેલેક્ષમાં ટ્યુશન ક્લાસ ચાલી રહ્યું છે. તેમા એક સાથે બે વ્યક્તિ પણ પ્રવેશી ન શકે તેટલો સાંકળો રસ્તો છે. જો આ કોમ્પ્લેક્ષમાં કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના બને તો તેનું જવાબદાર કોણ અને ટ્યુશન કલાસીસમાં અભ્યાસ કરતા બાળકોને એક સાથે કેવી રીતે રેસ્ક્યુ કરવા. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા આ કલાસીસ પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે, નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.