સુરત : આગ સહીતની ઘટના દરમિયાન રેસ્કયુ ઓપરેશન હાથ ધરવા માટે સુરત મનપા બાવન લાખના ખર્ચે 42 મીટર ઉચાઇ ધરાવતું ટર્ન ટેબલ લેડરની ખરીદી કરશે. હાઇડ્રોલિક પ્લેટ ફોર્મને ઓપરેટ કરવામાં માટે ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે. જયારે આ ટર્ન ટેબલ લેડર 30 સેકેન્ડથી એક મિનીટના સમયમાં 42 મીટરની ઉચાઇ સુધી જઇ શકશે. મનપા પાસે હાલ એક ટર્ન ટેબલ લેડર છે. મોરા ખાતેના મેળાની ચકડોળમાં ફસાયેલા લોકો તેમજ રઘુુવીર માર્કેટની આગ ઘટના દરમિયાન ટર્ન ટેબલ લેડર ખુબ ઉપયોગી બન્યું હતું.
તક્ષશિલા અિગ્નકાંડ બાદ સુરત ફાયર વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થતા ફાયર બ્રિગેડ અદ્યતન સાધનો સાથે સજ્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન જમ્પીગ કુંશન, ઇમેજ કેમેરા સહીતના સાધનોની ખરીદી મનપા દ્વારા કરવામાં આવી હતી. થોડા સમય પુર્વે સુરત મનપાએ ૫૫ મીટર ઉચાઇ ધરાવતું ટર્ન ટેબલ લેડરની ખરીદી હતી. જરૂરીયાતને ધ્યાને લઇ હવે મનપા ૪૨ મીટરની ઉચાઇ ધરાવતું ટર્ન ટેબલ લેડર ખરીદશે. જણાવ્યું હતું કે, થોડા સમય પુર્વે મોરા ગામ ખાતેના મેળાની એક ચકડોળ ખોટકાઇ જતા 35 જેટલા લોકો ફસાઇ ગયા હતા.
દરમિયાન 55 મીટર ઉચાઇ ધરાવતા ટર્ન ટેબલ લેડરની મદદથી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સહી સલામત ઉતારી લેવામાં આવ્યા હતા. હાઇડ્રોિલક પ્લેટફોર્મને ઓપરેટ કરવામાં ચારથી પાંચ મીનીટનો સમય લાગે છે. જયારે ટર્ન ટેબલ લેડર 30 સેકન્ડથી એક મીનિટના સમયમાં ઓપરેટ થઇ જાય છે. એટલુંજ જ નહી ટર્ન ટેબલ લેડરમાં એક લીફટ હોય છે. જેને નિચેથી ઓપરેટર કરી શકાય છે. રેસ્કયુ ઓપરેશન માટે ટર્ન ટેબલ લેડર ખુબ ઉપયોગી બને છે. મુંબઇ ફાયર બ્રિગેડ પાસે પાંચ ટર્ન ટેબલ લેડર છે. જયારે અમદાવાદ મનપા પાસે બે ટર્ન ટેબલ લેડર છે. સુરત મનપા પાસે હાલ ૫૫ મીટરની ઉચાઇ ધરાવતું ટર્ન ટેબલ લેડર છે. હવે બીજુ ૪૨ મીટરની ઉચાઇ ધરાવતું ટર્ન ટેબલ લેડર ખરીદવાનો નિર્ણય કર્યો છે જેનો ઓર્ડર આપવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. જેથી એક વર્ષમાં તેની ડિલેવરી સુરતને મળી જશે તેમ ચિફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.