તક્ષશિલાને પ્રાચીન પાકિસ્તાનનો ભાગ ગણાવનાર પાક.ના રાજદુતની ટ્વીટ પર ભડક્યા લોકો

ભારતને હેરાન કરવા માટે પાકિસ્તાન રોજ કોઇને કોઇ કારણ શોધે છે અને પોતે જ ફસાઇ જાય છે. એ જ રીતે ભારતના ઐતિહાસિક તક્ષશિલા વિશ્વવિદ્યાલયની ઘટના સામે આવી છે.

વિયેતનામમા પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોકરએ પ્રાચીન ભારતની શાન ગણાતા તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પ્રાચીન પાકિસ્તાનનો ભાગ ગણાવીને વિવાદ ઉભો કર્યો છે. પાકિસ્તાનના રાજદુતના આવા વિવાદિત ટ્વિટને બધાએ વખોડ્યો છે. જો કે, જે એકાઉન્ટ પરથી ટ્વીટ કરી છે, તે વેરિફાઇડ નથી પરંતુ આ ટ્વિટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહી છે.

તેમણે ટ્વીટ કરી છે કે, તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો આ તસવીર ફરીથી બનાવવામા આવી છે, જે યુનિવર્સિટી પ્રાચીન પાકિસ્તાનમા આજથી 2700 વર્ષ પહેલા ઇસ્લામાબાદની પાસે હાજર હતી. આ વિશ્વવિદ્યાલયમા દુનિયાના 16 દેશોના વિદ્યાર્થી અલગ-અલગ વિષયોમા ઉચ્ચશિક્ષા પ્રાપ્ત કરતા હતા અને તેમને પાણિની જેવા વિદ્વાન ભણાવતા હતા.

એક અન્ય ટ્વીટમા પાકિસ્તાનના રાજદુતે એક ખોટો દાવો કરતા લખ્યુ કે, દુનિયાના પહેલા ભાષાવિદ્ પાણિની અને દુનિયાભરમા બહુચર્ચિત રાજનીતિક દાર્શનિક ચાણક્ય બંન્ને પ્રાચીન પાકિસ્તાનના દિકરા છે. તેમણે આ સિવાય પોતાના આ ખોટા દાવાને સાબિત કરવા બે વિડિયો પણ શેર કર્યા છે.

આ ટ્વિટ વાયરલ થતા રાજદુતના આ ખોટા દાવાને લઇને લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે. ટ્વિટના વાયરલ થતા તેના થોડા સમયમા #ancientpakistan ટ્રેન્ડ શરૂ થઇ ગયો. એક યૂઝર્સે તો લખ્યુ કે, 2700 વર્ષ પહેલા ના તો કોઇ મુસ્લિમ હતુ કે ના તો કોઇ પાકિસ્તાની, પ્રાચીન પાકિસ્તાનની વાત તો જવા જ દો. તક્ષશિલા ઉર્દુ શબ્દ નથી, તેમજ પાણિની બ્રાહ્મણ હતા. આ સમગ્ર ભાગ ભારતીય ઉપમહાદ્વિપની અંદર હતો. મને તો તેમના પર હસવુ આવે છે કે, કેવી રીતે તે પોતાના નાગરિકોને પાગલ બનાવે છે.

જ્યારે, એક અન્ય યૂઝર્સે જવાબ આપ્યો કે, એ સમયમા કોઇ પ્રાચીન પાકિસ્તાન નથી. 14-15 ઓગસ્ટ, 1947 ના પહેલા કોઇ પાકિસ્તાન હતુ જ નહીં, 2700 વર્ષ પહેલાની વાત રહેવા દો. પાણિની અને ચાણક્યએ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમા ભણાવ્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.