તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં આરોપી અતુલ ગોરસા વાલાને હાઈકોર્ટના જામીન સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ

 બાળકોના વાલીઓએ હાઈકોર્ટના જામીન હુકમની કાયદેસરતાને સુપ્રિમમાં પડકારી રદ કરવા માંગ કરી

તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી અતુલ ગોરસાવાલાને શરતોને આધીન જામીન આપતા હાઈકોર્ટના હુકમથી નારાજ થઈને ભોગ બનનાર બાળકોના વાલીઓએ તે હુકમની કાયદેસરતાને પડકારીને રદ કરવા સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

સુરતના બહુચર્ચિત એવા તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં સાપરાધ મનુષ્યવધના ગુનાઈત કારસામાં છેલ્લાં નવ માસથી જેલવાસ ભોગવતા સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી અતુલ ગોરસવાલાએ ચાર્જશીટ બાદ સુરત સેશન્સ કોર્ટમાં કરેલી જામીનની માંગ નકારી કાઢવામાં આવી હતી.જેથી આરોપી અતુલ ગોરસવાલાએ સુરત સેશન્સ કોર્ટના જામીન નકારતા હુકમથી નારાજ થઈને તેની કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારી સૌ પ્રથમવાર હાઈકોર્ટમાં જામીન માટે માંગ કરી હતી.

જેની સુનાવણી બાદ તા.6 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ બી.એન.કારીયાએ બંને પક્ષોની રજૂઆતો તથા રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈ આરોપી અતુલ ગોરસવાલાને રૃ.10 હજારના શરતોને આધીન  જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો.

જેથી આ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ પૈકી જીગ્નલ પાઘડાળફાયર વિભાગના અધિકારી કીર્તિ મોડ,સંજય આચાર્ય તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી દિપક નાયકને સુરતની સ્થાનિક  અદાલત તથા હાઈકોર્ટમાંથી શરતી જામીન પર મુક્ય થયા બાદ આરોપી અતુલ ગોરસવાલાને લાંબા સમયના જેલવાસ બાદ જામીન મળ્યા છે.જો કે ગુજરાત હાઈકોર્ટના ઉપરોક્ત શરતી જામીનના  હુકમથી નારાજ થઈને આ ઘટનાનો ભોગ બનનાર 22 વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તેની કાયદેસરતાને પડકારતી અપીલ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી હાઈકોર્ટના જામીનના હુકમને રદ કરવા અરજી દાખલ કરી છે.

અત્રે નોંધનીય છે કે આ કેસમાં સુરત મહાનગર પાલિકાના અન્ય ત્રણ અધિકારી પરાગ મુન્સીવિનુ  પરમાર તથા જયેશ સોલંકીએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી સુરત સેશન્સ કોર્ટમાં જામીન માંગ્યા છે.જેની સુનાવણી આગામી તા.13મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.