ટીબીના દર્દીઓનો કોરોના અને કોરોનાના દર્દીઓનો ટીબી ટેસ્ટ કેમ જરુરી છે ?


ભારતમાં દર વર્ષે ટીબીથી ૪.૮૦ લાખ લોકોના મોત થાય છે

ભારતમાં કોરોના વાયરસની બીમારીથી ૬૦ હજારથી વધુના મોત થયા છે. જો કે કોરોનાની જેમ જ ફેફસાની બીમારી ટીબી સાથે સરખામણી કરવામાં આવે તો મોતના આંકડામાં ટીબી વધારે આગળ છે. ટીબીના કારણે ભારતમાં રોજ ૧૩૦૦ લોકોના મોત થતા હોવાથી ટીબી કોરોના કરતા પણ ખતરનાક છે, તેમ છતાં કોરોના જેટલી પરવા ટીબીની કરવામાં આવતી નથી. જો કે ટીબીની તપાસ પછી સારવાર અને દવા ઉપલબ્ધ છે જયારે કોરોના વાયરસની વેકસીનના ંસંશોધનો હજુ ચાલી રહયા છે.

છેલ્લા ૫ મહિનાના કોરોનાકાળમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં નાટયાત્મક રીતે ઘટાડો થયો છે. જો કે ઘણાનું માનવું છે કે ટીબીના દર્દીઓની સંખ્યા લોકડાઉનના અમલના કારણે છે. નોવેલ વાયરસ કોરોનાના સંક્રમણ પર હેલ્થ વર્કરો દ્વારા વધુ ભાર મુકવામાં આવે છે. આવા સંજોગોમાં ટીબીને પણ ગંભીરતાથી લઇને સરકારે ટેસ્ટ કરવાનું નકકી કર્યુ છે. ટીબી અને કોવિડ-૧૯ બંને સંક્રામક રોગ છે જે ફેફસા પર હુમલો કરે છે. આ બંનેમાં કફ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા એક સરખા લક્ષણો જોવા મળે છે. જો કે ટીબીનો ઇન્કયૂબેશન પીરિયેડ લાંબો અને લક્ષણો બહાર આવવાની ગતિ ઘણી ધીમી છે. ભારતમાં કોવિડ-૧૯ના દર્દીઓમાં ટીબીની પણ હાજરી જોવા મળી છે. જુન મહિના સુધીમાં ગત વર્ષની સરખામણીમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ૨૬ ટકા જેટલા ઓછા નોંધાયા હોવાથી કોરોનાકાળમાં ટીબીના દર્દીઓની કોરોના અને કોરોનાના દર્દીઓની ટીબી તપાસ કરવી જરુરી બની ગઇ છે.

એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે સક્રિય અને સુષુપ્ત એમ બે પ્રકારના ટીબી હોય છે તેમના માટે કોરોના વાયરસનું સંક્રમણ ખતરનાક બની જાય છે. કોવિડ-૧૯ના દર્દીઓને જો ટીબી પણ હોયતો જોખમ ૪ ગણુ વધી જાય છે. ટીબીના દર્દીઓમાં કુપોષણ, સ્મોકિંગ અને એચઆઇવી વગેરે થવાની પણ શકયતા રહે છે. ભારતમાં દર વર્ષે ટીબીથી ૪.૮૦ લાખ લોકોના મોત થાય છે જયારે ૨૦૧૮ની માહિતી મુજબ  વિશ્વમાં ૧૫ લાખથી લોકોના મોત ટીબી થવાથી થયા હતા.ભારતમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય વર્ષ ૨૦૨૫ રાખવામાં આવ્યું છે પરંતુ ૨૦૨૦માં કોરોનાકાળમાં ટીબીના દર્દીઓની તપાસ અને સારવાર પણ ધ્યાન આપવું પણ એટલું જ જરુરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.