આજ દિવસે રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વર્ષ 1980માં થઈ હતી. જો કે આના મૂળમાં ભારતીય જનસંઘ છે. જેની ઈંટ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ રાખી હતી.
પછીથી ઈમરજન્સી ખતમ થયા બાદ આના સહિત અનેક નવા દળોએ મળીને એક નવી પાર્ટી બનાવી જેને જનતા પાર્ટી કહેવામાં આવી. આના 3 વર્ષ બાદ એંસીમાં પાર્ટી બંધ થઈ ગઈ.
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સમયમાં પાર્ટીને ફક્ત 2 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે આજે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે
ભાજપની સફળતાની કહાની માટે આપણ ભારતીય જનસંઘ અંગે જાણવું પડશે. જનસંઘ વર્ષ 1952માં ચૂંટણી લડ્યુ અને કોંગ્રેસની જબજસ્ત લહેર છતાં 3 સીટ મળી હતી.
1967માં ચૌથી લોકસભા ચૂંટણીમાં 35 સીટો. 1971માં સીટો ઘટીને 22 થઈ. એ બાદ ઈંદિરા ગાંધીએ ઈમરજન્સી લાગૂ કરતા. તેમને હરાવવા જનસંઘ સહિત તમામ પાર્ટીઓ ભેગી થઈ જનતા પાર્ટી બનાવી
પૂર્વોત્તર સુધી ભાજપે ઝંડો ફરકાવ્યો છે. સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ પોલિટિક્સના નિર્દેશક પ્રો. એકે વર્મા કહે છે કે એક સમય હતો કે જ્યારે કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે કોંગ્રેસને સિસ્ટમ કહેવામાં આવતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.