ટીચર યુનિવર્સીટીમાં ભૂખ હડતાલ,ફી વધારા મુદ્દે વિરોધ

ગાંધીનગર ટીચર યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ ખરી છે. ફી વધારાને લઈને વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ યથાવત છે. છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ હડતાલ કરી રહ્યાં છે. અગાઉ પણ વિદ્યાર્થીઓએ ફી વધારા મુદ્દે વિરોધ કર્યો હતો.

ગુજરાતમાં લાયક શિક્ષકો, સ્કુલની ઓરડાની ઘટ્ટ છે અને અમુક શાળાઓમાં વીજળી નથી તો સરકારી શાળાઓ ઘટી રહી છે.

રાજ્યમાં સરકારે 2 વર્ષમાં 2 જ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી છે. 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી શાળાઓને મંજૂરી અપાઇ છે. 147 ખાનગી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી મળી છે. હાલ રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ શાળાઓ છે.

રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં 449 ઓરડાની ઘટ છે. 2 વર્ષમાં એક પણ શાળાના ઓરડા નથી બનાવાયા. ગીર સોમનાથની પ્રાથમિક શાળાના 196 ઓરડાની ઘટ છે.

રાજ્ય સરકારના જવાબમાં મોટી ચૂક હોવાનું સામે આવ્યું હતુ. 17 શાળાઓમાં વીજળી ન હોવાનું સામે આવ્યું છે જેમાં મોરબીમાં 5, દ્વારકામાં 1 સ્કૂલ, ગીર સોમનાથમાં 2, સુરેન્દ્રનગરની 2 શાળામાં વીજળી નથી.

ગુજરાતમાં 458 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ નતી જ્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાની ઘટ છે જેમાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 1,555 ઓરડાની ઘટ છે.

પાલનપુરમાં લાયકાત વગર 131 શિક્ષકો હતા ફરજ પર હતા. 102 ખાનગી શાળામાં 131 શિક્ષકો લાયકાત વિના શિક્ષણ આપતા હતા. 131માંથી 48 શિક્ષકોને દૂર કરવામાં આવ્યા છે. 20 શિક્ષકોએ સમયાંતરે લાયકાત મેળવી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.