ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ઝાટકો, કોહલી માત્ર પહેલી ટેસ્ટ રમી ભારત પાછો ફરશે

આઈપીએલ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે.જોકે તે પહેલા જ ભારતીય ટીમને મોટો ઝાટકો લાગે તેવા એંધાણ મળી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે ચાર ટેસ્ટ રમવાની છે પણ કેપ્ટન વિરાટ કોહલી આ પૈકીની માત્ર પહેલી ટેસ્ટ રમીને ભારત પાછો ફરી શકે છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ બોર્ડને આ માટે એક પત્ર લખીને કહ્યુ છે કે, પહેલી ટેસ્ટ બાદ બાકીની  ત્રણ ટેસ્ટ માટે હું ઉપલબ્ધ નહી રહી શકુ.આ માટે કોહલીએ અંગત કારણ આપ્યુ છે.

એવુ મનાઈ રહ્યુ છે કે, જાન્યુઆરીની શરુઆતમાં અનુષ્કા શર્મા પોતાના સંતાનને જન્મ આપે તેવી શક્યતા છે અને આ સમયે કોહલી અનુષ્કા સાથે રહેવા માંગે છે.જેના કારણે કોહલીએ આખી ટેસ્ટ સિરિઝ રમવાનો ઈનકાર કરી દીધો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત પહેલા ત્રણ ટી 20, પછી ત્રણ વન ડે અને એ પછી ચાર ટેસ્ટની સિરિઝ રમવાનુ છે.ટેસ્ટ સિરિઝની શરુઆત 17 નવેમ્બરથી થવાની છે.પહેલી ટેસ્ટ ડે નાઈટ ટેસ્ટ હશે.એ પછી મેલબોર્ન, સિડની અને બ્રિસબેનમાં બાકીની ત્રણ ટેસ્ટ રમાવાની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.