ભારત-પાકિસ્તાન (INDIA VS PAKISTAN) વચ્ચેની ટ્વેન્ટી વર્લ્ડ કપ (T-20 WORLD CUP) મેચમાં કારમી હાર (DEFEAT) બાદ અમદાવાદીઓ ભારે નિરાશ થયા હતા. ભારત નું ઓપનિંગ બેસ્ટમેનો અને બોલરો (BOWLERS) ફલોપ ગયા હતા. જ્યારે પાકિસ્તાનના (PAKISTAN) બોલરો અને બેસ્ટમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.ભારતે આપેલાં ૧૫૨ રનનાં ટાર્ગેટને (TARGET) ચેઝ કરતાં સમયે પાકિસ્તાનનાં ઓપનિંગ બેસ્ટમેનો છેક સુધી ક્રીઝ ઉપર ઊભા રહીને આસાનીથી મેચ જીતી લીધી હતી.
જેના લીધે સટ્ટાબજારમાં પાકિસ્તાન છેલ્લે સુધી હોટફેવરીટ રહ્યું હતું. મેચ હારવાનો લાગતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.તો કેટલાંક ગ્રુપમાં મેચ જોવાની સાથે બહારથી ખાવાનું મગાવેલ માથે પડ્યું હતું. દર્શકો એક તબક્કે કહેતાં હતાં કે , દુબઈમાં મેચ રમાતી હોવાથી મેચ ફિક્સ કરી દીધી હતી. ભારતની જીત માટે મંગાવેલ દારુખાનું પાકિસ્તાન જીતી જતાં દિવાળી માટે રાખી મૂકવાનું નક્કી કર્યું હતું.
શહેરની અને ક્લબ તેમજ પાર્ટી પ્લોટોમાં પણ મોટી સ્ક્રીન મૂકીને ભારત અને પાકિસ્તાનની લાઈવ મેચ બતાવવામાં આવી હતી. જેના લીધે અમદાવાદના રસ્તાઓ પર ચહલ-પહલ ઓછી જોવા મળતી હતી.
https://www.youtube.com/watch?v=jubNXtFBLj0
ભારત – પાકની હાઈવોલ્ટેજ મેચમાં ગુજરાતનાં સટોડિયાઓ એક હજાર કરોડ હારી ગયાં..
ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચમાં ભારતનો ઓછો સ્કોર અને પાકિસ્તાનની બેટિંગ ને પગલે ગુજરાતના સટોડિયાઓ ૧૦૦૦ કરોડ કરતાં વધુ રકમ આવી ગયા હોવાનો અંદાજ છે.પાકિસ્તાનનો ભાવ ૧૫ પૈસા થઈ ગયો હતો. જયારે ભારતનો ભાવ ૧૦ પૈસા થઈ ગયો હતો. બુકીઓના મતે ભારતની ઉપરા છાપરી વિકેટો પડતાં અને ભારતનાં બોલરો ફલોપ શોનાં પગલે બૂરી રીતે હારી ગયાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.