આજે રમાશે બીજી ODI ,સીરીઝ જીતવા પર છે ટીમ ઈન્ડિયાની નજર.

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે મેચ, પ્રેમદાસા સ્ટેડિયમાં રમાયેલી પ્રથમ વનડે જીતી બાદ ટીમ ઇન્ડિયા આજની મેચ પણ જીતવા કોશિશ કરશે, ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ છે.

 ભારતીય ટીમ ;
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા. નેટ બૉલરો- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરજીત સિંહ.

https://www.youtube.com/watch?v=3JEDqk3_fRc

શ્રીલંકન ટીમ ;
દાસુન શનાકા (કેપ્ટન) ધનંજય ડી સિલ્વા (ઉપકેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વનિન્દુ હસરંગા, આશેન બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉદાના, રમેશ મેન્ડિસ, ચમિકા કુરણારત્ને, દુષ્મંથા ચનેરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષણ, ઇશાન જયરત્ને, પ્રવિણ જયવિક્રેતા, અસિતાર ફર્નાન્ડો, કસુન રજિતા, લાહિરુ કુમારા, ઇસુરુ ઉદાના.

પ્રથમ વનડેમાં યુવા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ, બૉલિંગમાં સ્પીડન જોડી કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે શ્રીલંકાને માત આપી, અને બેટિંગમાં યુવા ખેલાડીઓ પૃથ્વી શૉ અને ઇશાન કિશને શ્રીલંકન બૉલરોને જબરદસ્ત રીતે ધોયા હતા. જોકે, કેપ્ટન શિખર ધવને પણ ટીમને યોગ્ય સંતુલન આપવા શાનદાર ઇનિંગ રમી હતી.3

બપોરે શરૂ થશે મેચ ;
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ 20 જુલાઇ 2021ના દિવસે શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.

https://www.youtube.com/watch?v=5asEQM2PLcs

ભારતે બનાવી છે 1-0ની લીડ ;
શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કર્યા બાદ આજે ભારતીય ટીમ બીજી વનડે મેચ રમવા મેદાનમાં ઉતરશે. ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની આગેવાની કેપ્ટન શિખર ધવન કરી રહ્યો છે, અને કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.