હાલમાં ચાલી રહેલ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બહાર થઇ ગયા છે. ભારતને ચેન્નાઇમાં રમાયેલ પહેલી ટેસ્ટમાં 227 રનનો કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ ઇન્ડિયા 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ થઇ ગઇ છે.
ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઓસ્ટ્રેલિયા સામની સીડની ટેસ્ટમાં ફ્રેકચર થઇ ગયુ હતું જેના કારણે તે બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા હતા.
રવિન્દ્ર જાડેજાની ઉણપ ટીમ ઇન્ડિયામાં હાલ જોવા મળી રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુન્દર અને શાહબાજ નદીમ બોલિંગમાં કોઇ કમાલ બતાવી શક્યા નહોતા. જેના કારણે અશ્વિન ઉપર દબાણ સતત વધતું જોવા મળ્યું હતું.
ચેન્નાઇમાં માં યોજાનારી બંને ટેસ્ટ માટે ટીમ જાહેર કરી દેવામાં આવી હતી અને આશા હતી કે રવિન્દ્ર જાડેજા અમદાવાદમાં રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ફિટ થઇ જશે પરંતુ જાડેજાને ઠીક થવામાં આશા કરતા વધારે સમય લાગી શકે છે અને તેને અંતિમ બંને ટેસ્ટ માટે ફિટ થવાની શક્યતા ઘણી ઓછી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.