તેજસ્વીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે લાલુ પરિવારની દુલ્હન

એલેક્સિસ ઈસાઈ પરિવારમાંથી આવતી હોવાના લીધે લાલુને આ સંબંધ પસંદ નહોતો.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે સગાઈ કરી લીધી છે. તેજસ્વી યાદવે એરહોસ્ટેસ રહેલી એલેક્સિસ જોડે સગાઈ કરી છે. તેજસ્વી અને એલેક્સિસ એકબીજાને 6 વર્ષથી ઓળખે છે અને જૂના મિત્રો છે. સૂત્રોએ જણાવ્યું કે સગાઈ બાદ આજે જ તેજસ્વી અને એલેક્સિસના લગ્ન થશે. પહેલા એવી ચર્ચા હતી કે તેજસ્વી સગાઈ પછી બે મહિનાનો બ્રેક ઈચ્છે છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે સગાઈ અને લગ્ન આજે જ થશે.

તેજસ્વીની સગાઈનો આ કાર્યક્રમ દિલ્હીના સૈનિક ફાર્મમાં યોજાયો હતો. આ મિલિટરી ફાર્મ તેની બહેન મીસા ભારતીનું છે. સૈનિક ફાર્મની બહાર અને અંદર બંને જગ્યાએ કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક આવતા-જતા વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક ગેટ પર વાહનની વિગતો નોંધવામાં આવી રહી છે. આ સાથે ઘણા બાઉન્સરો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ દરમિયાન દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આવતા-જતા દરેક પર નજર રાખવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદર પ્રવેશવા માટે વ્યક્તિને ત્રણ સ્તરીય સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. બાઉન્સરોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ મીડિયાકર્મી સ્થળની આસપાસ ફરકવા ન જોઈએ.

તેજસ્વીની દુલ્હન એલેક્સિસ અગાઉ એરહોસ્ટેસ રહી ચૂકી છે. તે વસંત વિહાર, દિલ્હીમાં રહે છે અને તેના પિતા ચંદીગઢમાં એક શાળાના આચાર્ય રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ એલેક્સિસ અને તેજસ્વી 6 વર્ષથી એક બીજાને ઓળખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.