બિહારમાં નીતીશ સરકારની રચાયાને માંડ થોડા દિવસો વિત્યા છે, ત્યાં હવે વિપક્ષ રોજગારના મુદ્દે સરકારને ચેતવણી આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જો સરકાર આ દિશામાં પગલાં નહીં ભરે તો મોટું આંદોલન કરવામાં આવશે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં નેતા તેજસ્વી યાદવે એનડીએ સરકારને ચેતવણી આપી છે કે, જો એક મહિનામાં 19 લાખ નોકરીઓ પૂરી પાડવામાં નહીં આવે તો રાજ્યમાં આરજેડી આંદોલન શરૂ કરશે, અમે સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરીશું.
તેજસ્વી યાદવે નીતિશકુમારને ચેતવણી આપતા કહ્યું કે બિહાર દેશની બેકારીની રાજધાની બની ગયું છે, જો સરકાર પહેલા મહિનામાં 19 લાખ નોકરી નહીં આપે તો અમે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરીશું.
તેજસ્વીએ કહ્યું કે નીતિશ કુમાર ભ્રષ્ટાચારનાં ભીષ્મ પિતામહ છે. તેમણે ફરી એકવાર ચોર દરવાજાથી સરકાર બનાવવાનું કામ કર્યું છે. તે ભીષ્મ પિતામહ એટલા માટે છે કારણ કે જેટલા પણ દોષિત, ભ્રષ્ટ છે તે બધાનું રક્ષણ અને બચાવ કરવો તે તેમનો જૂનો સ્વભાવ છે. તેજસ્વીએ કહ્યું છે કે એવા બહુ ઓછા દાખલા હશે કે જ્યાં ત્રીજા નંબરની પાર્ટીનાં નેતાને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હોય.
તેમણે કહ્યું કે અલબત્ત સરકાર એનડીએની હોવી જોઈએ, પરંતુ આરજેડીને ભાજપ કરતા વધારે મત મળ્યા છે, જેંમ કે આરજેડીને 23.5 ટકા મત મળ્યા છે. તો ભાજપને માત્ર 20 ટકા મતો મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.