ટેલિકોમ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ ખાંસી સાથેની કોરોના અવેરનેસ કોલર ટયૂનથી લોકો ગભરાયા

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, તામિલનાડુ અને પંજાબમાં કોરોના વાઇરસે પગપેસારો કર્યો છે. ભારત સરકારે નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. જેમાં તાકીદ કરાઇ કે ઇરાન, ચીન, દક્ષિણ કોરિયા, ઇટાલી અને જાપાનનો પ્રવાસ ટાળવો જોઈએ. બીજી બાજુ સરકારના આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ લોકોમાં કોરોના અંગે અવેરનેસ કોલર ટયૂન શરૂ કરી હતી. જોકે, ખાંસીના અવાજ સાથેની કોલર ટયૂનના કારણે લોકોને ચોંકવાનો વારો આવ્યો હતો.

શનિવારે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા બે શંકાસ્પદ કેસો પૈકીના એકનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પંજાબના અમૃતસરમાં ગુરુ નાનકદેવ હોસ્પિટલ ખાતે ઇટાલીથી પરત આવેલા બે વ્યક્તિના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તામિલનાડુમાં પણ કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. દરમિયાન યુએઇમાં વાઇરસના ૧૫ કેસમાં એક ભારતીય પણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.