ચંદ્રશેખર રાવે શહિદની પત્નિને મકાનનો પ્લોટ, ગ્રુપ-1 ગેઝેટેડ રેન્કની નોકરીનો નિમણુક પત્ર પણ આપ્યો
તેલંગાણાનાં મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે ગલવાન વેલીમાં ચીનનાં સૈનિકો સાથેની અથડામણમાં શહિદ થયેલા કર્નલ સંતોષ બાબુનાં પરિવાર સાથે મુલાકાત કરી.
આ દરમિયાન મુખ્યપ્રધાને કર્નલ સંતોષ બાબુનાં પત્નિને મકાન માટેનાં પ્લોટ, ગ્રુપ-1 ગેઝેટેડ રેન્કની નોકરી અને 5 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.
અત્રે ઉલ્લેખનિય છે કે લદ્દાખમાં ચીનની સાથે થયેલી હિંસક અથાડામણમાં શહિદ થયેલા કર્નલ સંતોષ બાબુનાં 18 જુને સંપુર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર થયા, ભીની આંખે પરિવાર અને પડોશીનાં લોકોએ તેમને વિદાય આપી.
કર્નલની અતિમ યાત્રા દરમિયાન લોકોએ તેમના ઘરની બાલ્કનીમાં ઉભા રહીને વંદે માતરમ અને સંતોષ બાબુ અમર રહોનાં નારા લગાવ્યા તથા પુષ્પ વર્ષા કરી.
આ દરમિયાન શહેરની દુકાનો બંધ રહીં હતી. તેમના પાર્થિવ દેહને બુધવારે રાષ્ટ્રિય રાજધાની નવી દિલ્હીથી ખાસ વિમાન દ્વારા હૈદરાબાદ નજીક આવેલા હકીમપેટ હવાઇ મથકે આવવામાં આવ્યો, જ્યાંથી મોડી રાત્રે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો.
કર્નલનાં અંતિમ સંસ્કાર પારિવારિક જમીન પર કરાયા, તેમનાં પિતાએ અંતિમ સંસ્કાર કર્યા, સેનાએ તેમને બંદુકની સલામી આપી, કર્નલનાં પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સોમવાર રાત્રે લદ્દાખની ગલવાન ખીણમાં બંને સેનાનાં જવાનો વચ્ચેની અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.