તેલંગણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન ચાલુ રાખવાની તરફેણમાં: સૂત્રો

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે. જો કેન્દ્ર સરકારના આંકડાઓપર એક નજર નાખવામાં આવે તો લોકડાઉનને કારણે કોરોના વાઇરસને થનારા સંક્રમણને પ્રથમ તબક્કામાં રોકવામાં સફળતા મળી છે. કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાના પણ સંકેત આપ્યા છે. તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશોખર રાવે લોકડાઉન બે સપ્તાહ વધારવાનું સૂચન કર્યુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ પણ લોકડાઉન જારી રાખવાની ભલામણ કરે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં પણ લોકડાઉન વધારવામાં આવે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી(ગૃહ) અવનીશ અવસ્થીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાનો એક પણ કેસ હશે ત્યાં સુધી લોકડાઉન હટાવવામાં આવશે નહીં.

એવું માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉન સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે તેવી શક્યતા છે.

જો ૧૪ એપ્રિલે લોકડાઉન સમાપ્ત કરવામાં આવશે તો લોકોને નિયંત્રણમાં કેવી રીતે રાખવા તૈ સૌૈથી મોટો પડકાર છે. આ માટે કેટલાક નિયમો નક્કી કરવા પડશે. કારણકે લોકડાઉન સમાપ્ત થતા જ લાખોની સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી જશે.

આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી જણાવ્યું હતું કે તમે બધા તમારા રાજ્યોની િસ્થિતને ધ્યાનમાં રાખીને લોકડાઉન કેવી રીતે હટાવવામાં આવે તે અંગે અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી આપો.

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર જે વિસ્તારોમાં કોરોનાના કેસો વધારે છે ત્યાં લોકડાઉન વધારવામાં આવે તેવી શક્યતા છે. લોકડાઉન દૂર થતા જ કલમ ૧૪૪ લાગુ કરાશે જેથી ચારથી વધુ લોકો ભેગા ન થાય. આંતરરાજ્ય પરિવહન પ્રણાલી બંધ જ રાખવામાં આવશે. બસ, ટેક્સી, રીક્ષા સહિતના તમામ ખાનગી પરિવહન વાહનો બંધ રાખવામાં આવશે. રેલવે અને હવાઇ સેવા ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.