તેલંગાણામાં એક માસમાં રેપના 6 બનાવો, મહિલાઓ પરના અત્યાચારો બેફામ વધી રહ્યા છે

મહિલાઓ પર બળાત્કાર અને અન્ય અત્યાચારોમાં તેલંગાણા દિવસે દિવસે વધુ વગોવાતું થયું છે. છેલ્લા એક માસમાં રેપના છ બનાવો અહીં નોંધાયા હતા.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એક રિપોર્ટ  મુજબ સેક્સ ટ્રાફિકિંગમાં જે ત્રણ  રાજ્યો ટોચના ગણાય છે એમાં તેલંગાણાનો પણ સમાવેશ થાય છે. 2017માં 18થી 30 વર્ષની મહિલાઓ પર તેલંગાણામાં સૌથી વધુ અપરાધો થયા હતા એવું પણ આ રિપોર્ટમાં જણાવાયું હતું. આ વયજૂથની મહિલાઓ પર 91 ટકા જેટલા બળાત્કારો આ રાજ્યમાં નોંધાયા હતા.

ગયા વર્ષના નવેંબરની પહેલીએ રાજ્યના મહેસૂલ ખાતાની એક મહિલા અધિકારીને જીવતી જલાવી દેવામાં આવી હતી. એ મહિલા અધિકારી વિજયા રેડ્ડી પોતાની સરકારી કચેરીમાંજ મરણ પામી હતી. એ ઘટનાએ રાષ્ટ્રીય સંક્ષોભ સર્જ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.