પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરવું બેસ્ટ ઓપ્શન છે,તેમાં સારા રિટર્નની સાથે પૈસા સુરક્ષિત રહેવાની ગેરંટી મળે છે

પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સ હમેશાંથી લોકો માટે ઈન્વેસ્ટમેન્ટનો બેસ્ટ વિકલ્પ રહી છે. તેમાં સારા રિટર્નની સાથે પૈસા સુરક્ષિત રહેવાની ગેરંટી મળે છે. એવામાં મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સમાં પૈસા જમા કરે છે, પરંતુ શું તમે જાણો છો કે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પણ કેટલાક ચાર્જિસ પણ લાગી રહ્યાં છે.

તેમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ (RD), સીનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, નેશનલ ઈનકમ મંથલી ઈનકમ એકાઉન્ટ (MIS), પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી યોજનાઓ સામેલ છે

  • એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ડિપોઝીટ રિસીપ્ટ જારી કરવા માટે 20 રૂપિયા
  • સર્ટિફિકેટ ખોવાઈ જવા કે ખરાબ થઈ જવા પર પાસ બુક જારી કરવા માટે પ્રતિ રજીસ્ટ્રેશન 10 રૂપિયા ફી છે.
  • એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટેનો ચાર્જ 100 રૂપિયા છે
  • સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં ચેક બુક જારી કરવા માટે એક કેલેન્ડર યરમાં 10 ચેક સુધી કોઈ ફી નથી લેવાતી, પરંતુ પછી એક ચેક માટે 2 રૂપિયા ફી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.