– રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે બાગી નેતા સચિન પાયલટ પર નિશાન સાધ્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસના બાગી નેતા સચિન પાયલટ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ(સચિન પાયલટ) 6 મહિના પહેલાથી ભાજપ સાથે મળીને ષડ્યંત્ર કરી રહ્યાં હતા. ગહેલોતે સચિન પાયલટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ નેતાઓને કહેતા હતા કે, હું અહીં રિંગણાં વેચવા નથી આવ્યો, CM બનાવા આવ્યો છું.
તેમણે કહ્યું કે, એક શબ્દ કોઈએ સચિન પાયલટ વિરુદ્ધ નથી બોલ્યો. મેં બધાને કહ્યું કે પાયલટનું સમ્માન કરો, તેમ છતાં તેમણે પીઠમાં ખંજર ભોંક્યું. જે અત્યારે થયું છે તે પહેલાં ખેલ થવાનો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ બનવાના સપના જુઓ અને મુંબઈના કોર્પોરેટ હાઉસ તેને સ્પોન્સર કરે. તેમણે હરીશ સાલ્વેને પોતાના વકિલ રાખ્યા. કોર્પોરેટ હાઉસના વકિલ છે. તેમની ફી 50 લાખ રૂપિયા હોય છે. તે લોકો છે આ. પૈસા કોઈ આપી રહ્યાં છે? મોદીજીને ખુશ કરવા ષડ્યંત્ર થઈ રહ્યું છે. કોંગ્રેસની સરકાર તોડવા માટે મોટું ષડ્યંત્ર થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, બહૂમત તેમની સાથે છે અને સરકારને કોઈ વાંધો નથી. ગહેલોતે પત્રકારોને કહ્યું કે, રાજસ્થાન એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સાત વર્ષમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદવાની ક્યારેય માંગ નથી થઈ છે. અમને ખબર હતી કે અહીં કંઈ નથી થઈ રહ્યું. અમે જાણતા હતા કે તેઓ નકમ્મા અને નાકારા છે, તેમ છતાં પાર્ટીના હિતને જોતા અમે ક્યારેય સવાલ નથી ઉઠાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.