સુરતમાં કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બાઇક પર સવાર 20 જેટલા લોકો હથિયારો અને લાકડાની લાકડીઓ લઈને જતા જોવા મળ્યા હતા અને યુવક પોતાનો જીવ બચાવવમાં કેમ્પસમાં ભાગી ગયો હતો.
સમગ્ર મામલો શું હતો અને યુવકને મારવા શા માટે આવ્યા હતા અને તેની માહિતી બહાર આવી નથી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. પરંતુ જે રીતે આ ઘટના પ્રકાશમાં આવી છે તે જોતા લાગે છે કે આવા અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર નથી. આ ઉપરાંત કોલેજ પાસે બનેલી આ ઘટનાએ પણ હોબાળો મચાવ્યો છે.
પીપલોદ વિસ્તારમાં સાસમા કોલેજના ગેટ પાસે મારામારી થઈ હતી. હથિયારો સાથે વાહન પર આવેલા અસામાજિક તત્વોએ નિર્ભયતાથી મારપીટ શરૂ કરી હતી અને ગઈકાલે પણ કોલેજના ગેટ પાસે મારામારી થઈ હતી. ગઈકાલે શરૂ થયેલી લડાઈ આજે પણ કોલેજના ગેટ પર જોવા મળી હતી. જાણે કે તેઓ એકબીજાને મારવાના ઇરાદાથી હતા અને મુક્ત હાથે લડાઈ થઈ. ગઈકાલે તેઓ લડતા લડતા અલગ થઈ ગયા હતા અને આજે ફરી તે જ સમયે તેઓ વધુ ઉગ્રતા સાથે લડતા જોવા મળ્યા હતા.
આસપાસના લોકોને જાણવા મળ્યું છે કે તેની શરૂઆત વિદ્યાર્થિની સાથે પ્રેમ પ્રકરણ અથવા છેડતીથી થઈ હતી અને બંને જૂથો એકબીજાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રહ્યા છે, પરંતુ ગઈકાલે અને આજે જાહેરમાં એકબીજાના જીવના તરસ્યા હોય તેમ સામસામે આવી ગયા હતા.
આ સમગ્ર લડાઈ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.જો કે હજુ સુધી પણ આ અસામાજિક તત્વો સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.