જમ્મુ-કાશ્મીરમાં થયો આતંકી હુમલો, મોર્નિંગ શિફ્ટ પર જતા CISF ના 15 જવાનોની બસ પર મોટો આતંકી હુમલો

જમ્મુ અને કાશ્મીરમાં મોર્નિંગ શિફ્ટ પર જઇ રહેલા 15 CISF જવાનો ભરેલી બસ પર મોટો આતંકી હુમલો થયો છે. આ ઘટના શુક્રવારે સવારે લગભગ સવા ચાર (4:15) વાગ્યાની છે. આતંકવાદીઓએ જવાનોની બસ પર જમ્મુના ચડ્ડા કેમ્પ પાસે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. CISF અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે જોકે જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો અને આતંકીઓ પર જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી.અને જવાબી કાર્યવાહી બાદ આતંકી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા.

CISFના અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકીઓનો પ્લાન બસ પર હુમલો કરીને વધારેમાં વધારે જવાનોને મોતને ઘાટ ઉતારવાનો અને તેમના હથિયારોને નષ્ટ કરવાનો હતો પરંતુ જવાબી કાર્યવાહીમાં તેમને ભાગવું પડ્યું. રિપોર્ટ્સ મુજબ આ હુમલામાં CISFનો એક જવાન શહીદ થઈ ગયો છે તો સુરક્ષા બળોએ 1 આતંકીને મોતને ઘાટ ઉતારી દીધો. એક ન્યૂઝ એજન્સીએ જમ્મુ-કાશ્મીર પોલીસના સંદર્ભે જાણકારી આપી છે કે બારામૂલા એન્કાઉન્ટરમાં કુલ 4 આતંકી માર્યા ગયા છે.અને તેમાં લશ્કરનો ટોપ કમાન્ડર યુસુફ કાંટ્રોએ વર્ષ 2020મા BDC અધ્યક્ષ સરદાર ભુપીન્દર સિંહને મોતને ઘાટ ઉતાર્યા હતા જેને આજે સુરક્ષા બળોએ ઢેર કરી દીધો છે.

પૂરતી જાણકારી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા બળોએ ટીમોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.અને જમ્મુના બાહ્ય વિસ્તાર સુષમા અને જલાલાબાદ વચ્ચેના એક વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની જાણકારી મળી અને શુક્રવારે સવારે આતંકીઓ સાથે ઘર્ષણ શરૂ થઈ ગયું. સુરક્ષા બળો સાથે અત્યારે પણ આતંકવાદીઓનું ધર્ષણ ચાલી રહ્યું છે અને આસપાસના વિસ્તારતરોની ઘેરાબંદી કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.