જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીનાં અંધાધૂંધ ફાયરિંગ. બે નાં…

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક રેલવે પોલીસ કમઁચારીઓ સહિત બે નાં મોત થયા હતાં. આતંકવાદીને પકડી પાડવા માટે આખા વિસ્તારમાં કોડઁન કરી લેવામાં આવ્યો હતો. જેમાં રેલ્વે પોલીસ કમઁચારી બંટુ શમાઁ ગંભીર ઈજા થઈ હતી.

એ ધટનાની થોડીવાર પછી આંતકીવાદીએ ફરીથી એ જ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જેમાં એક પરપ્રાંતીય મજૂરનું મોત થયું હતું. બિહારથી જમ્મુ કાશ્મીરની ફેકટરીમાં મજૂરી કરવા આવેલ બિહારનાં શંકર કુમાર ચૌધરીનું ધટના સ્થળે જ મોત થયું હતું.

https://www.youtube.com/watch?v=8ILXdJldq70

આ બંને ધટના પછી કુલગામનાં બધા જ વિસ્તારોમાં કોડઁન કરીને આંતકવાદીને પકડી લેવા માટે કવાયત શરુ કરવામાં આવી હતી. કયાં આતંકવાદી સંગઠનનાં આતંકીઓ હુમલો કર્યો તે બાબતે હજુ સુધી કોઈ જાણકારી મળી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.