જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ સોમવારે ગોળીબાર કરતાં બે માઇગ્રન્ટ શ્રમિકોને ઇજા પહોંચી હતી અને વીતેલા બે દિવસમાં ત્રાસવાદીઓ દ્વારા થયેલો આ બીજો હુમલો છે. ઘાયલ થયેલા પાતાલેશ્વર કુમાર અને જાકો ચૌધરી બિહારના વતની છે. સોમવારે બપોરે ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યા મુજબ બંને ઘાયલ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલાં રવિવારે સાંજે ત્રાસવાદીઓએ પંજાબના પઠાણકોટના વતની બે શ્રમિકો પર ગોળીબાર કરતાં તે બંને શ્રમિકો પણ ઘાયલ થયા હતા.
બાલકૃષ્ણ નામની આ વ્યક્તિને ત્રણ ગોળી વાગી છે અને ગંભીર હાલતમાં છે. બીજી તરફ પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ સોમવારે ગોળીબાર કરતાં બે માઇગ્રન્ટ શ્રમિકોને ઇજા પહોંચી હતી.અને વીતેલા બે દિવસમાં ત્રાસવાદીઓ દ્વારા થયેલો આ બીજો હુમલો છે. ઘાયલ થયેલા પાતાલેશ્વર કુમાર અને જાકો ચૌધરી બિહારના વતની છે. સોમવારે બપોરે ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. બંને ઘાયલ શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલાં રવિવારે સાંજે ત્રાસવાદીઓએ પંજાબના પઠાણકોટના વતની બે શ્રમિકો પર ગોળીબાર કરતાં તે બંને શ્રમિકો પણ ઘાયલ થયા હતા.
માર્ચ મહિનાના મધ્ય ભાગથી કાશ્મીરના પુલવામા જિલ્લામાં માઇગ્રન્ટ શ્રમિકો પર ત્રાસવાદી હુમલા થયાની ચાર ઘટના નોંધાઇ છે. 19 માર્ચના રોજ શંકાસ્પદ ત્રાસવાદીઓએ ઉત્તરપ્રદેશના સુથાર મહમદ અક્રમ પર ગોળીબાર કરીને તેને ઇજા પહોંચાડી હતી. બે દિવસ પછી ઉગ્રપંથીઓએ મૂળ બિહારના શ્રમિક વિશ્વજીત કુમાર પર ગોળીબાર કરીને તેને ઇજા પહોંચાડી હતી.અને અનેક મહિના પછી તાજેતરમાં માઇગ્રન્ટ શ્રમિકો પર હુમલા થવાની શરૂઆત થઇ છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉગ્રપંથીઓએ શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં માઇગ્રન્ટ શ્રમિકોને નિશાન બનાવીને સંખ્યાબંધ હુમલા કર્યા હતા. 24 કલાકમાં કાશ્મીરમાં ચાર જેટલા ત્રાસવાદી હુમલા થયા છે. આતંકવાદીઓએ ફરીથી સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે અને ઉલ્લેખનીય છે કે રવિવારે સંઘના વડા મોહન ભાગવતે પંડિતોને કાશ્મીરમાં મક્કમતાથી વસાવવાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.