કાશ્મીરના શોપિયા જિલ્લામાં CRPFના દળ પર આતંકી હુમલો, એક નાગરિકનું થયું મોત..

જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યા હતો અને ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને જેના પગલે અધિકારીઓએ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ બપોરે 1:10 વાગ્યે પુલવામા અને શોપિયાં વચ્ચેના સરહદી વિસ્તાર તુર્કવાંગમ-લિટર ખાતે પોલીસ અને CRPFના સંયુક્ત પેટ્રોલિંગ પર ગોળીબાર કર્યો હતો.

“સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના ગોળીબારમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો,” પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શોપિયાના તુર્કવાંગમના રહેવાસી શોએબ અહેમદ ગનાઈને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેનું મૃત્યુ થયું હતું. શોપિયાના અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાનો વિરોધ કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓ પર કથિત બળપ્રયોગની તપાસના આદેશ આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુ અને કાશ્મીર પોલીસને ઘાટીમાં પ્રધાનમંત્રી પેકેજ યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.અને લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોના ઘરો પાસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.

આ ઘટનાની નિંદા કરતા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M)ના નેતા મોહમ્મદ યુસુફ તારીગામીએ અધિકારીઓને ગુનેગારોની ઓળખ કરવા અને તેમની સામે કેસ નોંધવા માટે વિશ્વસનીય તપાસનો આદેશ આપવા જણાવ્યું હતું.અને તેમણે કહ્યું કે વિસ્તારના લોકો સરકારના નિવેદનથી સંતુષ્ટ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.