જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓનું નિષ્ફળ ષડયંત્ર વધ્યું છે અને કાશ્મીર ઝોનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે જ્યારે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો તેમજ આ હુમલામાં સૈનિકોને કોઈ નુકસાન થયું નથી. ચોક્કસ ઇનપુટ્સના આધારે, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળોએ ઘરમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. છેલ્લા બે દિવસમાં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર આ બીજો હુમલો છે.
મળતા અહેવાલ મુજબ, સુરક્ષા દળોએ શોપિયાંના કુતપોરા વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો અને આતંકીઓ રાત્રિના અંધકારનો આશરો લઈને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. કાશ્મીર ઝોનની પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ચોક્કસ ઇનપુટ્સના આધારે, સુરક્ષા દળોએ શોપિયાંના કુતપોરામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સર્ચ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જો કે રાત્રે અંધકારનો સહારો લઈને આતંકી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા દળના જવાનોએ ઘરની અંદરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.
આ પહેલા મંગળવારે શોપિયનના છોટીપોરા વિસ્તારમાં બે કાશ્મીરી પંડિતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક પંડિતનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો. બંને ભાઈઓ હતા. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ છે અને જ્યારે તેના ભાઈનું નામ પિન્ટુ છે. આ પહેલા સોમવારે કાશ્મીરમાં જ આતંકીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ કાશ્મીરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર ગ્રેનેડ ફાયર કર્યો અને જેના કારણે ત્યાં હાજર એક પોલીસકર્મી ઘાયલ થયો. હવે તેની હાલત સ્થિર છે. આ પહેલા શનિવારે કુલગામમાં ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.