રાજકોટમાં હજુ પાઠ્યપુસ્તકો નથી મળ્યાં. હજુ વિધાર્થીઓ વંચિત છે..

રાજકોટ શહેરની ૬ ગ્રાન્ટેડ અને જસદણની ૨ સરકારી એમ ૮ જેટલી શાળાઓમાં ધો. ૯ થી ૧૨નાં ૧૫૦૦ જેટલાં વિધાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યાં નથી.

એક માસ બાદ સત્રાંત પરીક્ષા છે. છતાં હજુ સુધી શિક્ષણ તંત્રનાં વાંકે છાત્રો પાઠ્યપુસ્તકોથી વંચિત રહ્યા છે. મવડી સ્થિત સરદાર પટેલ વિધામંદિરમાં પાઠ્યપુસ્તકો ન મળતાં આચાયઁ કે.જી.ભેંસાણીયાએ ડી.ઈ.ઓને રજુઆત કરી શિક્ષણમંત્રી સુધી નકલ રવાના કરી હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગર શાળા વિકાસ સંકુલ પાસેથી જ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ સીધા ઓનલાઇન પાઠ્યપુસ્તકોની ડિમાન્ડ મૂકવાની હતી. જે શાળાઓનાં છાત્રોને પુસ્તકો નથી મળ્યાં તે માટે ગાંધીનગર જાણ કરીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.