કાપડ થશે મોંધું , ગ્રાહકોએ વધુ એક મોંધવારીનો માર સહન કરવો પડશે

કોરોના (CORONA) બાદ માંડ માંડ કાપડ ઉદ્યોગ (TEXTILE INDUSTRY) પગ પર ઉભો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર (CENTRAL GOVERNMENT) દ્નારા કાપડ ઉપર વધારવામાં આવેલા જીએસટી (GST) દરનાં નિર્ણયની કાપડ વેપારીઓની (TEXTILE MERCHANT) કમર તોડી નાંખી છે. ફેબ્રિકસ (FABRICS) અને ગારમેન્ટ (GARMENTS) પર જીએસટીમાં વધારો કરાયો છે.

૫ થી વધીને જીએસટી ૧૨ ટકા થતાં કાપડ ૨૫ ટકા મોંધું થશે. નાના ટ્રેડર્સ પણ ધંધો રોજગારી ગુમાવશે અને સાડીઓ મોંધી થવાને કારણે ગરીબ વર્ગની ખરીદી પણ અટકશે. વણાટ ઉધોગને બચાવવા જીએસટીનાં દર યથાવત્ રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્નારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાંમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

ફેબ્રિકસ ગારમેન્ટ પર ૫ ને બદલે હવે ૧૨ ટકા જીએસટી લાગશે. જેને કારણે ૨૫ ટકા મોધું થશે. ૧ હજારનાં સાડી – ડ્રેસ પર સીધો ૭૦ રૂપિયાનો ભાવ વધારો થશે. ટેક્સટાઈલની વેલ્યુ ચેઈનનાં જીએસટી ટેકસ સ્લેબમાં ફેરફાર થતાં આ ભાવવધારો જોવા મળશે. તેમજ જો રિફંડ નહિ મળે તો ટેકસટાઈલમાં અપગ્રેડેશન અટકશે.

ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખે કહ્યું કે , કેન્દ્ર સરકારનાં નિર્ણયને કારણે બેરોજગારીનો ખૂબ જ ગંભીર અને જટીલ પ્રશ્ન ઉપસ્થિત થશે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડવાની શકયતા રહે છે. વણાટ ઉધોગમાં છ મહિનાની પેમેન્ટ સાયકલ કાર્યરત છે. તેની સામે ઉધોગકારોને દર મહિનાની ૨૦ તારીખે જીએસટી ભરવો પડશે. નવું રોકાણ તો ધોવાઈ જ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.