ઠાકરે ફેમિલીનું ચૂંટણી ડેબ્યૂ, ઉમેદવારી પત્ર ભરતા પહેલા આદિત્યએ રોડ શો કરી કર્યું શક્તિ પ્રદર્શન

ઠાકરે પરિવારમાંથી ઉમેદવારી પત્ર ભરનારો આદિત્ય પ્રથમ સભ્ય છે. દિવંગત બાલ ઠાકરે દ્વારા 1966માં શિવસેનાની સ્થાપના કરવામાં આવ્યા બાદ ઠાકરે પરિવારના કોઈપણ સભ્યએ ચૂંટણી લડી નથી કે તેઓ કોઈ બંધારણીય પદ પર રહ્યા નથી.

મુંબઈઃ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનો પુત્ર અને યુવા વિંગનો અધ્યક્ષ આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છે. આદિત્ય ઠાકરેએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવ્ય રોડ શો કરીને શક્તિ  પ્રદર્શન કરી રહ્યો છે. ઠાકરે પરિવારમાંથી ઉમેદવારી પત્ર ભરનારો આદિત્ય પ્રથમ સભ્ય છે. ઠેર ઠેર પુષ્પવર્ષા કરી આદિત્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ દેવેન્દ્ર ફડણવીસે સવારે ફોન કરી આદિત્ય ઠાકરેને આશીર્વાદ આપ્યા હતા.

દિવંગત બાલ ઠાકરે દ્વારા 1966માં શિવસેનાની સ્થાપના કરવામાં આવ્યા બાદ ઠાકરે પરિવારના કોઈપણ સભ્યએ ચૂંટણી લડી નથી કે તેઓ કોઈ બંધારણીય પદ પર રહ્યા નથી. ઉદ્ધવના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 2014માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ બાદમાં ફેંસલો બદલી નાંખ્યો હતો. આ સ્થિતિમાં ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનારો આદિત્ય પ્રથમ સભ્ય બની ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.