મહારાષ્ટ્રમાં અત્યારે કોરોના વાયરસનું સંકટ સૌથી મોટું છે. પરંતુ રાજ્યના રાજકીય સંકટ પણ ઘેરાતું જઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ આ મુદ્દાને લઈને અતિ આક્રમક મોડમાં છે. તેમણે મુંબઈથી લઈને દિલ્હી સુધી રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો બનાવ્યો છે.
મહારાષ્ટ્રમાં ફરીવાર રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે ભાજપ અત્યારે દેશના પાંચ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીમાં વ્યસ્ત છે તેથી રાજકીય પંડિતો માની રહ્યા છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ મહારાષ્ટ્ર સરકારને ઘેરવાની તૈયારી ભાજપ કરી શકે છે. નોંધનીય છે કે સચિવ વાઝે જેના શિવસેના સાથે સંબંધો હોવાના આરોપ છે તે હવે NIAના શકંજામા છે.
મહારાષ્ટ્રમાં પરમબીર સિંહના ટ્રાન્સફર બાદ તેમણે ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો બાદ માનવામાં આવી રહ્યું હતું કે એનએસપી અને શિવસેના વચ્ચે તિરાડ પડશે. પણ આ ઘટના બાદ બંને પાર્ટીઓ વધારે નજીક આવી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. એવામાં ભાજપ ફરી પ્રયત્ન કરી શકે છે કે આઘાડીની પાર્ટી વચ્ચે અસ્થિરતા થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.