સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સામાન્ય બાબતે ફાયરીંગના બનાવો સતત વધતા જઈ રહ્યાં છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, સામાન્ય બાબતે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગના બનાવો બને છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય બોલાચાલી બાદ બે પક્ષો સામસામે આવી જઈ અને ફાયરીંગ કરતા હોય તેવા કિસ્સાઓ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના થળગુંદા ગામે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ત્યારે યુવક ઉપર ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.
…આ અંગેની મળતી વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના થળગુંદા ગામે ફાયરિંગના બનાવથી ચકચાર મચી જવા પામી છે.ત્યારે યુવક ઉપર ફાયરિંગ કરી અને યુવકને ગોળી મારવામાં આવી છે. ત્રણ શખ્સો દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે. ત્યારે આ અંગેની મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના થળગુંદા ગામે દિલીપ છગનભાઈ સોલંકી નામનો યુવક પાનના ગલ્લે પાન માવો ખાવા ગયો હતો.તે દરમિયાન સ્કોર્પિયો કારમાં ત્રણ શખ્સો અચાનક ઘસી આવી અને કારમાં પડેલા હથિયાર બહાર કાઢી અને અચાનક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ત્યારે ફાયરિંગ કરવામાં આવતા દિલીપભાઈ છગનભાઈ સોલંકી નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે. અને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. જોકે ગ્રામજનોને આ બાબતની જાણકારી થતા તાત્કાલિક ધોરણે ગ્રામજનો દોડી આવ્યા હતા. અને યુવકને માર મારતા છોડાવવામાં આવ્યો હતો.
…ઇજાગ્રસ્ત યુવક દિલીપભાઈ સોલંકીને તાકીદે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરંતુ ત્યાં તેની ગંભીર હાલત થતા તાત્કાલિક ધોરણે 108ના એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટરની ટીમ દ્વારા દ્વારા ઈજાગ્રસ્તની તાત્કાલિક સારવાર શરૂ કરાવવામાં આવી છે. અને યુવકના પડખામાં વાગેલી ગોળી બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે નાના એવા ગામમાં ફાયરિંગનો બનાવ બનતા અફડાતફડી મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસને પણ જાણકારી આપવામાં આવી છે. આ અંગેની મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના થળગૂંદા ગામે દિલીપભાઈ સોલંકી નામના યુવક દ્વારા સામાન્ય બોલાચાલી બે દિવસ પહેલા કરવામાં આવી હતી. જેમાં વિનુભાઈ સાથે સામાન્ય બોલાચાલી કરી અને ઝઘડો કરવામાં આવ્યો હતો. ત્યારે બે દિવસ બાદ ત્રણ જેટલા શખ્સો કારમાં આવી અને દિલીપ સોલંકી નામના યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અને તેની હાલત હાલમાં સ્થિર હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સામાન્ય બાબતે ઝઘડાનું કારણ હવે ફાયરિંગનું મૂળ કારણ બન્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલિસ દ્વારા તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.