રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ભારતીય રાજનીતિનું એવું વડનું વૃક્ષ છે, જેને નાની-મોટી આંધીઓ તો શું મોટા-મોટા ઝંઝાવાતો પણ હલાવી ન શકે. નવેમ્બરમાં ચાલી રહેલા તાજા ઘટનાક્રમથી દૂર જો 2011ની 24 નવેમ્બર પર જઈએ તો એક રસપ્રદ ઘટના યાદ આવશે. આ એ સમય હતો જ્યારે શરદ પવાર તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ મંત્રી હતા. તેની સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા. આ એ સમય હતો જ્યારે કથિત ભ્રષ્ટાચારની વિરુદ્ધ અન્ના હજારેનું આંદોલન શિખર પર હતું. યુવા રાજનીતિના ભ્રષ્ટાચારથી કંઈક વધુ જ નારાજ હતા. આવા સમયે એક સાર્વજનિક કાર્યક્રમમાં શરદ પવાર પણ ગયા હતા.
કાર્યક્રમ ખતમ થયા બાદ જ્યારે શરદ પવાર ત્યાંથી જવા લાગ્યા તો અચાનક ભીડમાંથી એક યુવક આવ્યો અને તેણે શરદ પવારને ગાલ પર લાફો મારી દીધો. થપ્પડના પ્રહારથી પવાર એક સમયે હલી તો ગયા પરંતુ તેમના ચહેરા પર ગુસ્સાના કોઈ ભાવ નહીં આવ્યા. આ ઉપરાંત, તેઓ તાત્કાલીક પોતાની જાતને સંભાળીને પોતાના રસ્તે આગળ વધી ગયા. જ્યારે આ ઘટના ચર્ચામાં આવી અને કોઈ પત્રકારે અન્ના હજારે પાસે તેની પ્રતિક્રિયા માંગી તો અન્નાએ કહ્યુ, ‘બસ માત્ર એક જ લાફો માર્યો.’
એક જ ઘટના પર મહારાષ્ટ્રના બે લોકોની આવી પ્રતિક્રિયા હતી. એક તરફ શરદ પવાર હતા, જે થપ્પડ ખાઈને પણ નિર્વિકાર બની રહ્યા. બીજી તરફ અન્ના હજારે હતા જેઓ ઘટનાની નિંદા કરવાને બદલે કટાક્ષ કરવા લાગ્યા. આજે 8 વર્ષ બાદ પવાર રાજનીતિમાં એવી જ સ્થિતિમાં છે જે 8 વર્ષ પહેલા હતા, પરંતુ અન્ના હજારેની સાર્વજનિક જીવનમાં એવી સ્થિતિ નથી રહી જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન દરમિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.