ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં Mahindra Tharની લોકપ્રિયતા કોઇથી છુપાયેલી નથી.અને હવે આ કાર ટૂંક સમયમાં જ એક નવા અવતારમાં જોવા મળશે, આવનાર સમયમાં આ કારમાં 5 દરવાજા જોવા મળશે. આ એક ઓફ-રોડ કાર છે અને તેનું વેચાણ આવતા વર્ષે શરૂ થઈ શકે છે. આ દાવો ગાડીવાડી નામની વેબસાઈટે શેર કર્યો છે. કારના દરવાજા ઉપરાંત કંપની વ્હીલબેઝ અને લેન્થને પણ મોટી કરી શકે છે.અને તમને જણાવી દઈએ કે, આ એક ઓફ રોડ SUV કાર છે અને તેને કોઈપણ રસ્તા પર તમે આરામદાયક રીતે ચલાવી શકશો.
Mahindra & Mahindra એ આ વર્ષે Mahindra XUV 700 અને સેકન્ડ જનરેશન મહિન્દ્રાને ભારતમાં લોન્ચ કરી ચુકી છે. આ સાથે જ Mahindra & Mahindra કેટલીક પ્રોડક્ટ પર રોકાણ કરી રહી છે અને જે બાદ કંપની અઢળક ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. તે ટાટા મોટર્સની ઇવી કારને ટક્કર આપવાનું પ્લાનિંગ કરી રહી છે. આ સાથે જ કંપની આગામી સમયમાં નવી જનરેશન સ્કોર્પિયો પણ લોન્ચ કરવા જઇ રહી છે, જેમાં નવા પ્લેટફોર્મની સાથે નવું ઇન્ટીરિયર પણ જોવા મળશે. આ અપકમિંગ કાર 6 અને 7 સીટર કાર હોય શકે છે.
Mahindra Tharને હાલ લેટેસ્ટ અવતારમાં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે અને આ કારને ઓફરોડ કારવાળા લોકોની સામાન્ય જીવનશૈલીમાં પણ સામેલ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કંપનીને આશા છે કે, આ 5 ડૉર્સ વર્ઝન આવ્યા બાદ આ કારની લોકપ્રિયતામાં વધારો થશે અને તે એક ફેમિલી કાર તરીકે પણ સફળ વિકલ્પ સાબિત થઈ શકે છે અને અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઘણા પરિવારોને કારમાં થોડી વધુ જગ્યા અને બૂટ સ્પેસની જરૂર હોય છે અને થારનું 5 ડૉર્સ વર્ઝન આ જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરી શકે છે. તેની કઠોર ક્ષમતા અને ઓફ-રોડ સુવિધાઓ આ કારને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
Mahindra Tharના આ અપડેટેડ વર્ઝનમાં પાવર થોડો વધારે વધારી શકાય છે. આવનારી આ કારમાં 2.0 લિટરનું મસ્ટાલેશન પેટ્રોલ અને 2.2 લિટરનું એમહોક ડીઝલ એન્જિન મળશે અને આ કાર 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે આવશે. અપકમિંગ કારમાં પાવર અને ટોર્કમાં વધારો જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.