કાચબો વિશ્વમાં સૌથી વધારે આયુષ્ય ભોગવે છે. કાચબાનું સરેરાશ આયુષ્ય ૧૫૦- ૨૦૦ વષઁ સુધીનું હોય છે. સેશેલ્સ જાયન્ટ ટોટોઁઈસ પ્રજાતિના વિશાળકાય જોનાથન કાચબાની ગણતરી ધરતી પરના સૌથી જૂના જમીન પર ચાલતાં પ્રાણી તરીકે કરવામાં આવે છે.
૧૯૩૦માં સેન્ટ હેલીનાના તત્કાલીન ગવઁનર સર સ્પેન્સસઁ ડેવિડે તેમનુંં નામ જોનાથન રાખ્યું હતું. રેકોર્ડ અનુસાર તેમને જયારે ટાપુ પર લાવવામાં આવ્યો ત્યારે તે પુખ્ત વયનો એેટલે કે ૫૦ વષઁનો થઈ ચૂકયો હતો.
https://www.youtube.com/watch?v=89-dkZh0v_g
૧૮૩૨માં જન્મેલા જોનાથનની ઉંમરનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેણે જિંદગીમાં બે વિશ્ચ યુદ્ધ, રશિયાની ક્રાંતિ અને ૩૯ અમેરિકન રાષ્ટ્રપતિઓને જોઈ ચૂકયો છે. પૃથ્વી પરનો કદાચ સૌથી વૃધ્ધ જીવ એવો ૧૮૯ વષઁનો કાચબો હવે કંઈ જોઈ કે સૂંધી શકતો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.