એ 5 દેશો જે શાંત હતા, તેને પણ યુક્રેને લાવી દીધા એક્શન મોડમાં

રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ કેટલું મોટું અને કેટલું ખતરનાક બની ગયું છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દાયકાઓથી તટસ્થ રહેતા દેશો પણ હવે યુદ્ધના મોડમાં આવી ગયા છે. દુનિયાના ઘણા એવા દેશ છે જે પોતાને આવા યુદ્ધથી દૂર રાખતા હતા, પરંતુ હવે તેઓ પણ આગળ આવી રહ્યા છે. સ્વીડન 1939 પછી સૈન્ય મોરચે કોઈ બીજા દેશની મદદ કરવા જઈ રહ્યું છે. અને જયારે જર્મનીએ તેના સંરક્ષણ પર 100 બિલિયન ડોલરથી વધુ ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

સ્વીડન વડાપ્રધાન મેગડાલેના એન્ડરસને સોમવારે યૂક્રેનના સૈન્ય મોરચે મદદની જાહેરાત કરી અને તેમણે કહ્યું કે સ્વીડન તેના અન્ય દેશોને સૈન્ય મદદ ન આપવાના સિદ્ધાંતને તોડવા જઈ રહ્યું છે. એન્ડરસને કહ્યું કે સ્વીડન યૂક્રેનને 5000 એન્ટી ટેન્ક હથિયારો મોકલશે. આ સાથે 1.35 લાખ ફિલ્ડ રાશન, 5 હજાર હેલ્મેટ અને 5 હજાર બોડી આર્મર પણ મોકલવામાં આવશે. સ્વીડને છેલ્લે 1939માં ફિનલેન્ડને મદદ કરી હતી, જ્યારે તેના પર સોવિયેત સંઘ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

સ્વિત્ઝર્લેન્ડ જે અત્યાર સુધી તટસ્થ રહેતા સ્વિત્ઝર્લેન્ડે રશિયા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ ટીકા કરી હતી અને રાષ્ટ્રપતિ ઇગ્નાઝિયો કેસિસે કહ્યું કે આ યુદ્ધ યુરોપના હૃદયમાં થઈ રહ્યું છે. તેમણે આ યુદ્ધને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજકીય અને નૈતિક આધાર પર રશિયાનો આ હુમલો અસહ્ય છે. એટલું જ નહીં સ્વિત્ઝર્લેન્ડ યુરોપિયન યુનિયનનું સભ્ય નથી, પરંતુ તે યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા તમામ રશિયન પ્રતિબંધોને પણ લાગુ કરશે.

ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિને યૂક્રેનને હથિયારો સપ્લાય કરવાની જાહેરાત કરી છે.અને તેણે પોતાના નિર્ણયને ‘ઐતિહાસિક’ ગણાવ્યો છે. ફિનલેન્ડ યૂક્રેનને 2,500 એસોલ્ટ રાઈફલ્સ, 1.50 લાખ બુલેટ્સ, 1,500 એન્ટી ટેન્ક હથિયારો અને 70,000 ફૂડ પેકેટ્સ સપ્લાય કરશે. આ સાથે હવે પીએમ સના મારિને ફિનલેન્ડને નાટોમાં સામેલ કરવાની વાત કરી છે.

જાપાનને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને સમર્થન આપ્યું છે. આ સિવાય જાપાનમાં રશિયાના લોકોની તમામ સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાપાને યૂક્રેનને 100 મિલિયન ડોલરની લોન તેમજ 100 મિલિયન ડોલરની માનવતાવાદી સહાયની પણ જાહેરાત કરી છે. આ સાથે જ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેએ નાટો જેવા પરમાણુ શેરિંગ કાર્યક્રમની વાત કરી છે. તેના પર વડાપ્રધાન ફ્યુમિયો કાશિદાએ કહ્યું કે જાપાન અમેરિકા સાથે પરમાણુ શેરિંગ ડીલ નહીં કરે.

જર્મની જે બીજા વિશ્વયુદ્ધ બાદ હવે જર્મનીએ પોતાની વિદેશ નીતિમાં ફેરફાર કર્યો છે અને યૂક્રેનને સૈન્ય સહાયની જાહેરાત કરી છે. જર્મની યૂક્રેનને 500 સ્ટિંગર મિસાઈલ આપશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પણ તેના સંરક્ષણ પાછળ 113 બિલિયન ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. અને નાટો દેશોએ 2014 માં તેમના સંરક્ષણ પર જીડીપીના 2% ખર્ચ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પરંતુ જર્મની હંમેશા આમાં પાછળ રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.