ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.અને ભાજપની 27 વર્ષથી ગુજરાતમાં એકધારી સત્તા છે, કોંગ્રેસ અનેક પ્રયાસો છતાં ભાજપને સત્તા પરથી હટાવી શકી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ સક્સેસ મંત્રને ફોલો કરીને AAP ગુજરાતમાં સત્તાનો સરતાજ બની પરિવર્તનની આંધી ફૂંકવાનું વિચારી રહી છે.
ગુજરાતમાં જે પ્રકારે ભાજપે એકધારી સત્તા ભોગવી છે એની પાછળ ભાજપનું વિકાસ મોડલ, કોઇ એક રાષ્ટ્રીય ચહેરો, બૂથ લેવલની સાથે છેક છેવાડા સુધીનું નાગરિકો સાથેનું જોડાણ છે. હવે ભાજપનાં આ જ હથિયારોને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાથો બનાવીને આમ આદમી પાર્ટી એને પરાસ્ત કરવાની રણનીતિ પર કામ કરી રહી છે અને વિસ્તારથી વિગતવાર જાણીએ ભાજપના કયા ચાર સક્સેસ મંત્રને ગુજરાતમાં ફોલો કરી રહી છે આમ આદમી પાર્ટી.
ભારતીય જનતા પાર્ટી માટે અત્યારસુધી એક જ પક્ષ મહત્ત્વનો ગણાતો હતો અને એ કોંગ્રેસ હતો.તેમજ નરેન્દ્ર મોદી હંમેશાં કોંગ્રેસમુક્ત રાષ્ટ્રની વાત કરે છે, પરંતુ આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં એક્ટિવ થઇ છે ત્યારથી ભાજપના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ આપને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી છે જેમાં દિલ્હી અને પંજાબમાં AAPને ગંભીરતાથી ન લેતાં વિપરીત પરિણામ આવ્યાં હતાં અને જો ગુજરાતમાં હળવાશથી લેવામાં આવે તો AAP ભાજપ માટે ભારે પડી શકે છે અને એટલા માટે જ આપ દ્વારા કરવામાં આવતા દાવા અને પ્રહારોનો ભાજપ ગંભીરતાથી કાઉન્ટર કરીને જવાબ આપી રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.