અરે બાપ રે.. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખૂબ જ મહત્વનાં અધિકારીનું અપહરણ અને…

કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પેટા કોન્ટ્રાક્ટરના મેનેજર તેમજ ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે ગણતરીના કલાકોમાં ખટોદરા પોલીસે તેમજ જિલ્લા એસ.ઓ.જીની ટીમે તમામ અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા.

દર્શક મિત્રો , મહત્વના અધિકારીનું અપહરણ કરવા પાછળનું કારણ ઘણું ચોંકાવનારું છે. બુલેટ ટ્રેનનું કામ હાલ આખા રાજ્યમાં ઝડપથી ચાલી રહી છે. ગઈકાલે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર પલસાણા તાલુકાના અંત્રોલી ગામે કન્સ્ટ્રકશન સાઈડ પરથી સાઈટ મેનેજર અને ડ્રાઇવરનું અપહરણ કરાયું હતું.

મેનેજર ગુપ્તા થોડા સમય અગાઉ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે કન્સ્ટ્રકશન સાઈડ ચલાવી રહ્યા હતા ત્યાંથી સુરત ખાતે આવ્યા જો કે દહેજ માં કામ કરતા કામદારોના મજૂરીના છ લાખ રૂપિયા જેટલી રકમ બાકી હોય એટલા કેટલા દિવસથી આ પૈસાને લઈને ચાલતી હતી. ગઇકાલે પણ પૈસાને લઇને અંત્રોલી ખાતે આવેલા અપહરણકારો અને સાઈડ મેનેજર વચ્ચે બબાલ થઈ હતી. જેને લઇને અપહરણકારો એ મેનેજર સાથે સાથે ડ્રાઈવરને પણ મારી મારી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

પરંતુ કંપનીની બોલેરો કારમાં લાગેલી જીપીએસ સિસ્ટમ એ આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અપરણ કરતા તમામ લોકોને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સજોદ ગામેથી ઝડપી પાડયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.