દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્નારા બોલિવૂડ અભિનેત્રી જેકલિનની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
આ તપાસ રૂપિયા ૨૦૦ કરોડની છેતરપીંડીનાં આરોપી સુકેશ ચંદ્નશેખરનાં કેસ સાથે સંબંધિત હતી. આ કેસમાં જેકલિન પણ સુરેશની છેતરપિંડીનો શિકાર બની હતી.
હવે EDનાં સૂત્રોને જાણવા મળ્યું છે. કે સુરેશ કોલર આઈડી ખોટી કરીને તિહાર જેલમાંથી જેકલિનને ફોન કરતો હતો.
ED એ સોમવારે જેકલિનનું નિવેદન નોંધ્યું છે. સુરેશ પોતાની વાસ્તવિકતા ઓળખ છુપાવીને જેકલિનને કોઈ મોટી પસઁનાલિટીનાં નામે બોલાવતો હતો.
આ પછી જયારે જેકલિનને સુરેશ પર વિશ્વાસ કરવાનું શરુ કર્યું, ત્યારે છેતરપિંડી કરનાર તેને મોંધા ફૂલો, ચોકલેટ મોકલવા લાગ્યો.
તમને જણાવી દઈએ કે,ગયાં અઠવાડિયા સુરેશ નાં ચેન્નઈ બંગલા પર ED એ દરોડા પાડયા હતાં. ૮૨ લાખ રુપિયાની રોકડ રકમ અને એક ડઝનથી વધુ વિદેશી આયાતી કાર મળી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.