તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નામે વરાછાના વેપારીને વોટ્સએપ પર કોલ કરી ૫ લાખની ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં કાઈમ બ્રાન્ચે હરિયાણાના હિસ્સારથી 17 વર્ષીય સગીરની અટકાયત કરી હતી અને ઓનલાઇન સાડી કપડાંનું વેચાણ કરતા વેપારીએ પોતાનો મોબાઇલ ફોન નંબર પણ મૂક્યો હોઇ તેની ઉપર કોલ કરી ખંડણી માંગી હતી.
વરાછા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા કેતનભાઇ રમેશભાઇ ચૌહાણ ઓનલાઇન સાડી કપડાનું વેચાણ કરે છે. ગત તા. 16મી માર્ચે રાત્રિના તેઓ ઘરે હાજર હતા ત્યારે 11:11 વાગ્યે તેમના મોબાઇલ પરથી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે લોરેન્સ બિશ્નોઇ ગ્રૂપ સે સુખા સોપુ બોલ રહા હૂં એવું કહ્યું હતું અને કેતનભાઇએ કોણ લોરેન્સ બિશ્નોઇ? એવો વળતો સવાલ કર્યો તો તે યુવકે અભી સિદ્ધુ મુસેવાલા કા મર્ડર કિયા હૈ ન વો લોરેન્સ બિશ્નોઇ એવું કહી રૂ. 5 લાખ ચાહીયે વરના 24 ઘંટે મેં તેરા મર્ડર હોય જાયેગા એવી ધમકી આપી હતી. કેતનભાઇએ રૂપિયા ન હોવાની વાત કરી તો તે યુવકે ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ કેતનભાઇએ વોટ્સએપમાં જોતા 10:55 વાગ્યે ‘કોન જી’, 10:58 વાગ્યે ‘હાય’ તથા ‘હા’ લખેલા મેસેજ હતા. 11:12 વાગ્યે ‘લોરેન્સ બિશ્નોઇ ગ્રૂપ સુખા સોપી ગ્રૂપ’ એવો મેસેજ લખેલો હતો.
વરાછા પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી તપાસ કરતાં સુખા સોપીનું 2015માં જ મોત થઇ ચૂક્યું હોવાનું બહાર આવ્યું હતું અને જે નંબ૨ ઉ૫૨થી ફોન આવ્યો હતો તે નંબર હરિયાણાના હિસ્સારનો હોઇ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હિસ્સાર મોકલવામાં આવી હતી અને પોલીસે આ નંબરનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોધી કાઢ્યો હતો. જોકે તે સગીર નીકળ્યો હતો. 17 વર્ષીય સગીરની પૂછપરછમાં ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર કપડાંની જાહેરાતમાં આ વેપારીનો નંબર જોઇ ફોન કરી ધમકી આપ્યાનું જણાવ્યું હતું. પોલીસ આ સગીરને લઈને સુરત આવવા નીકળી ગઇ હતી. હાલની તપાસમાં આ સગીરનું લોરેન્સ સાથે કોઇ કનેક્શન નહિ જણાઇ આવ્યાનું પોલીસ જણાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.