અરે બાપ રે.. સુરતનાં ACPએ બે યુવકને ગોંધી રાખી પડાવ્યાં લાખો રૂપિયા…

સાયબર સેલના એસીપી સહિતના પોલીસ કર્મચારીઓએ સાયબર શહેર પોલીસ સ્ટેશનમાં બે યુવકોને ત્રણ દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા બાદ રૂપિયા પાંચ લાખ પડાવી લઇને છુટકારો કર્યાની લેખિત આક્ષેપ કરતી ફરિયાદનાં ઈ-મેલ ભોગ બનનારનાં મિત્રોએ કરી છે.

આ યુવકોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. આ અંગે હોટલ સ્પશઁ ઈન ચાંદખેડા નાં સીસીટીવી ફૂટેજ, રસ્તામાં જમવા રોકાયેલાં તે હોટલનાં સીસીટીવી ફૂટેજ અને સુરત સાઈબર સેલ પોલીસ સ્ટેશનનાં ફૂટેજ ચેક કરવા અરજદારે રજુઆત કરી છે.

https://www.youtube.com/watch?v=_Gu6-TbDaKY

જુનાગઢ સરદારબાગ વિસ્તારમાં રહેતાં નામ બદલવામાં આવ્યું છે જોટવા નામનાં વ્યક્તિએ ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજા અને આશીષ ભાટિયા ડીજીપીને મેલ મોકલી લેખિત ફરિયાદ મોકલી છે.

અરજદાર જોટવા આ અંગે જણાવ્યું હતું કે, તેઓનાં મિત્ર યોગેશ અને અશ્ચિન ને મૂઢમાર મારી ટોચઁર કરી પાંચ લાખ લઈને છોડી મૂકવામાં આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.