આજ થી 5 વર્ષ પહેલાં ધ કપિલ શર્મા કોમોડી શોમાં કામ કરી ચુકેલા એક કલાકારે આર્થિક મુશ્કેલીથી કંટાળીને ઝેર પી લીધું હતુ પરંતુ સદનસીબે પડોશીઓની મદદથી તેનો જીવ બચી ગયો છે અને કલાકારે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડ્રસ્ટ્રીમાંથી કોઇ કામ મળતું નહોતુ,
હવે થોડી કામ મળવાની આશા હતી, પરંતુ કોરોનાએ ફરીથી માથું ઉંચકતા આશાઓ પર પાણી ફરી વળે એવું દેખાતા આપઘાતનું પગલું ભર્યું હતું અને પોતે નાના પાટેકરનો હમશકલ હોવાનું માનતા આ કલાકારે કહ્યું હતું કે પત્નીએ છુટાછેડા લીધા હતા અને એક દીકરી છે પણ તે સંપર્કમાં નથી તેમજ માતા અને ભાઇ એક જ કોમ્પ્લેક્સમાં રહેતા હોવા છતા કયારેય મળતા નથી. હું હોસ્પિટલમાં હતો છતા કોઇ પુછપરછ માટે આવ્યું પણ નહોતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.