રાજકોટમાં અવાર-નવાર દારૂ ઘુસાડવાના કાવતરા રચવામાં આવ છે અને આ કાવતરાને રાજકોટ પોલીસ નિષ્ફળ બનાવતી હોય છે અને ત્યારે રાજકોટમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા એમ્બ્યુલન્સમાં થતી દારૂની હેરાફેરીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે દારૂની 59 બોટલ સાથે એમ્બ્યુલન્સ કાર ચલાવનાર વિજય વાઘેલા, દારૂ મંગાવનાર સુરેશ જીતીયા તેમજ નટુ જીતીયાની ધરપકડ કરી છે. તેમજ દારૂ મોકલનાર સુરેન્દ્રનગરના ચાપરાજ કાઠીની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ પેરોલ ફર્લો ટીમને બાતમી મળી હતી કે, સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સ સોખડા ચોકડી પાસે પસાર થઈ રહી હતી અને તે સમયે તેને અટાકાવી એમ્બ્યુલન્સની તલાશી લેતાં તેમાંથી 59 દારૂની બોટલો મળી આવી છે.
જેથી પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિજય વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ મંગાવનાર સુરેશ જીતીયા તેમજ નટુ જીતીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ચાપરાજ કાઠી દ્વારા મોકલાવવામાં આવ્યો હતો. પોલીસે બાદમાં ચાપરાજ કાઠીની શોધખોળ કરી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.