યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમ નાં મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ગત વર્ષે કોરોનાની મહામારીનાં કરાણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રાખ્યો છે.
જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરુ કરી દીધી છે. મેળા શરુ થવાનાં પહેલાં જ માતાજીનાં દશઁન કરવા પહોંચી રહયાં છે.
આજે અંબાજી પંથકમાં ઝરમરતાં વરસાદ વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડા થી ૧૧૧૧ ગજની ધજા સાથૈ નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. સંધમાં ૧૫૧ જેટલાં પદયાત્રીઓ હતાં. નવરાત્રિણાં આ અંબેને તેડું આપવા અંબાજી પહોંચી ગયાં છે.
https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=2s
હાલમાં અંબાજીનાં ભાદરવી પૂનમનાં મેળાની કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ પદયાત્રીઓ સંધ સાથે માતાજીના રથ લઈ અંબાજી પહોંચી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.