CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને લઈને આવ્યા મોટા સમાચાર તપાસ થઈ પૂર્ણ, સામે આવ્યું આ કારણ…

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થવાનુ કારણ ખરાબ હવામાન હોવાનુ માનવામાં આવી રહ્યું છે જેમાં મળતી માહિતી મુજબ એર માર્શલ માનવેન્દ્રસિંહ કમિટીએ પોતાનો રિપોર્ટ પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓએ લીગલ વિંગ પાસે કાયદાકીય સલાહ માટે રિપોર્ટ મોકલ્યો છે. જલ્દીથી જ વાયુસેના પ્રમુખને રિપોર્ટ સોંપવામાં આવશે.

આ રિપોર્ટને લઇને હાલમાં વાયુસેના તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે તેના કારણોની તપાસ કરી રહેલી કમિટીને જાણવા મળ્યુ કે ખરાબ હવામાનને કારણે પાયલટ દિશાહિન થઇ ગયા હશે. જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ અને જેને ટેકનિકલ ભાષામાં સીએફઆઇટી એટલે કે કંટ્રોલ્ડ ફ્લાઇટ ઇન્ટૂ ટેરેન કહેવામાં આવે છે. વાયુસેનાની ટ્રેનિંગ કમાનના કમાન્ડિંગ ચીફ અને એશર માર્શલ માનવેન્દ્રસિંહના નેતૃત્વમાં રક્ષા મંત્રાલયે એક ટ્રાઇ સર્વિસ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. જે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં વ્યસ્ત છે.

વાયુસેનાએ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રચના કરી હતી જેથી દુર્ઘટના પાછળનું સાચુ કારણ જાણી શકાય અને તપાસ કમિટીએ વાયુસેના અને આર્મીના સંબંધિત અધિકારીઓના નિવેદન રેકોર્ડ કર્યા છે.સાથે જે લોકો દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી હોય તે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી છે. છે. હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો તે મોબાઇલની પણ તપાસ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે સીડીએસ જનરલ બિપીન રાવત તમિલનાડુના સુલૂર એરબેસથી વાયુસેનાના MI-17 V5 હેલિકોપ્ટરમાં ઉંટી નજીક વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઇ રહ્યા હતા. જે દરમિયાનઆ દુર્ઘટના થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.