મણિપુર હિંસા મામલે કેન્દ્ર સરકારની મોટી કામગીરી , શાંતિ સમિતિની કરવામાં આવી રચના.

    • કેન્દ્ર સરકાર હિંસાથી પીડિત ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં શાંતિ માટે સતત પ્રયાસો હાથ ધરી રહી છે. હવે કેન્દ્ર સરકારે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે શાંતિ સમિતિની રચના પણ કરી છે. રાજ્યના રાજ્યપાલને આ શાંતિ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ, રાજ્ય સરકારના અમુક મંત્રીઓ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી શાંતિ સમિતિમાં ભૂતપૂર્વ વહીવટી અધિકારીઓ, શિક્ષણવિદો, સાહિત્ય જગત સાથે સંકળાયેલા લોકો, કલાકારો, સામાજિક કાર્યકરો અને વિવિધ વંશીય જૂથોના લોકોને સમાવેશ કરવામાં આવ્યા છે. આ શાંતિ સમિતિ વિવિધ વંશીય સંગઠનો સાથે વાતચિત કરશે. જ્યારે તે ઝઘડો કરી રહેલા લોકો વચ્ચે શાંતિપૂર્ણ રીતે વાતચિત કરશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે શાંતિ સમિતિ સામાજિક સમરસતા અને ભાઈચારો વધારવાનો પ્રયાસ કરશે, જેથી વિવિધ વંશીય જૂથો વચ્ચે સંવાદ થઈ શકે.

જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા એક મહિનાથી હિંસાનો સમય ચાલી રહ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 100 લોકો મોતના ઘાટે નીપજિયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસા પર કાબૂ મેળવવા માટે સ્થાનિક પોલીસની સાથે ભારતીય સેના અને બીએસએફના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ મણિપુર ગયા હતા અને લગભગ ચાર દિવસ રાજ્યમાં રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહે રાજ્યમાં શાંતિ માટે શાંતિ સમિતિ બનાવવાની વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.