બ્રિટનની એક મેગેઝીને દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઈમાં તાલિબાનનાં સવૅસવાઁ હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું છે. અને ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યાં છે. સત્તા માટે સંઘર્ષ તાલિબાનનાં જ બે જૂથોની વચ્ચે થયો હતો.
મેગેઝીને એમ પણ જણાવ્યું કે, હકકાની ધડાની સાથે ઝધડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરને જ પહોંચાડવામાં આવ્યું છે.
આ અથડામણ બાદ બરાબર થોડાક દિવસ સુધી ગુમ હતાં.હવે ફરીથી તેઓ કંધારમાં જોવા મળ્યાં છે. રિપોર્ટ મુજબ બરાદરે આદીવાસી નેતાઓની મુલાકાત કરી જેમનું સમથઁન પણ તેમને મળ્યું છે. મેગેઝિને દાવો કર્યો છે કે એક વિડિયો સંદેશથી એવા સંકેત મળે છે કે બરાદરને બંધક બનાવવામાં આવ્યાં છે.
અખુંદઝાદાને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એ નથી જાણી શકાયું કે તે કયાં છે. તે ધણાં સમયથી ન તો દેખાયા છે અને ન તેમને કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.