ગુજરાત હવે કોરોના મુક્ત થવા તરફ. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી. સ્વિમિંગ પુલ, મોલ મલ્ટીપ્લેક્ષ, શાળા કોલેજો શરુ કરવામાં આવી. ઓફલાઇન શિક્ષણ શરુ થયુ અને મહત્વનુ તો નાઇટ કર્ફ્યુ બંધ કરી દેવાયો. તો પછી હવે માસ્ક પહેરવાની કેમ જરુર ? કોરોના છે જ નહી તો માસ્ક પહેરવાની જરુર કેમ ? બાળકોને પણ વેક્સિન મળી ગઇ અને મોટા ભાગના તમામ લોકોએ વેક્સિન લઇ લીધી છે તો પછી માસ્ક ન પહેરવા બદલ દંડનો નિયમ કેમ ન બદલાય ? આવી માગ ઉઠી છે IMA સાથે સંકળાયેલા તબીબોની..
IMA સાથે સંકળાયેલા તબીબોએ સરકારને પત્ર લખીને માસ્કના નિયમને રદ કરવાની માગ કરી છે. ફરજિયાત માસ્કનો નિયમ રદ કરવામાં આવે તેમ તબીબોએ સરકારને જણાવ્યુ. તબીબોનું કહેવુ છે કે ફરજિયાત માસ્કના નિયમથી લોકોને પરેશાન કરવામાં આવે છે.અને વળી કોરોનાના કેસ પણ ઘટી ગયા છે તો માસ્કના નિયમમાંથી મુક્તિ કેમ નહી ?
ડૉ. મુકેશ મહેશ્વરીએ વીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યુ કે એકદમ જ માસ્ક ન પહેરવાનું નથી કહેતા તમે ફેઝ વાઇઝ આ નિયમ દૂર કરો. એકલ દોકલ માણસો જતા હોય કે ફેમિલી કારમાં જતુ હોય તો તેને માસ્કના નામે દંડ ઉઘરાવવામાં આવે છે તે યોગ્ય નથી. ધંધા રોજગાર સહિત તમામ ઓફિસો અને સંસ્થાઓ શરુ કરી દેવામાં આવી છે તો માસ્ક કેમ પહેરવું ? આપણા ત્યાં કેસની સંખ્યા ઓછી થઇ ગઇ છે.અને 162 કેસ કંઇજ નહી. જો આપણે અત્યારથી ફેઝ વાઇસ માસ્ક રિમૂવ કરવાની શરુઆત કરીએ તો આવનાર 3-4 અઠવાડિયામાં સંપૂર્ણ માસ્ક મુક્ત બની શકીએ.
દિલ્લીમાં કોરોનાના કેસ ઘટતા સરકારે મોટી રાહત આપી છે. કોરોનાના કેસ ઘટતા કોરોના નિયંત્રણોમાં રાહત આપી છે તેમજ દિલ્લીમાં નાઇટ કર્ફ્યૂ પણ હટાવી લેવાયો છે. કારમાં સવાર તમામને માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઇ છે. માત્ર કારમાં સવારી દરમિયાન જ માસ્ક પહેરવામાંથી છૂટ અપાઇ છે. તેમજ માસ્ક ન પહેરવાનો દંડ 2 હજારથી ઘટાડીને 500 કરી દેવાયો છે. દુકાનો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ કોઇપણ પ્રતિબંધ વિના ખોલી શકાશે. મેટ્રો અને બસ 100 ટકા ક્ષમતા સાથે દોડશે. અને આ ઉપરાંત મેટ્રોમાં હવે લોકો ઉભા રહીને પણ મુસાફરી કરી શકશે. DTC બસમાં પણ સીટથી વધુ લોકો મુસાફરી કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.