આખી દુનિયામાં ઇલેક્ટ્રીક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે તેની સાથે ભારતમાં પણ હવે નવી નવી કંપનીઓ ઇલેક્ટ્રીક વાહનો લઇને આવી રહી છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને પર્યાવરણને નુકશાનથી બચાવવા ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધવા માંડયો છે. જો કે ઇલેકટ્રીક વાહનો ઉપરાંત એવી ઇલેકટ્રીક કીટ બનાવવામાં આવી છે ,જે તમારા હાલના વાહનને ઇલેક્ટ્રીકમાં કન્વર્ટ કરી શકે છે, આને કારણે તમને પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં મોટો ફાયદો થશે.
તાજેતરમાં કાર માટે ઇવી કન્વર્ઝન કીટ રજૂ થઇ હતી, હવે મોટરસાયકલ માટે પણ ઇલેકટ્રીક કીટ લોન્ચ થઇ છે. થાણેના એક ઇવી સ્ટાર્ટઅપ ગોગોએ 1 મોટર સાયકલ માટે પહેલી એવી ઇવી કન્વર્ઝન કીટ લઇને આવ્યા છે, જેને RTOએ પણ પરવનાગી આપી દીધી છે. જો તમારી હાલની મોટરસાયકલને તમારે ઇલેક્ટ્રીકમાં કન્વર્ટ કરવી હોય તો તમારે 35,000 રૂપિયાનો ખર્ચ કીટ માટે કરવો પડશે અને અલગથી GST પેટે 6,300 રૂપિયા આપવા પડશે. મતલબ કે એક કીટ માટે તમારે વન ટાઇમ 41,300 રૂપિયા ભરવા પડે. આ કીટ માટે 3 વર્ષની વોરંટી આપવામાં આવે છે. ઉપરાંત તમારે તમારી મોટરસાયકલની રેન્જ 151 કિ.મી. ચાર્જ કરાવવી હોય તો તેના માટે આખા બેટરી પેક માટે તમારી 95,000 રૂપિયા ખર્ચવા પડશે.
ગોગોએ1 દેશભરના 36 RTO પર ઇન્સ્ટોલેશન સેટઅપ લગાવ્યા છે અને આ સંખ્યા આગામી દિવસોમાં વધી શકે છે. RTOની મંજૂરી મળી જવાને કારણે બાઇકનો વિમો પણ લઇ શકાશે. ટુ-વ્હીલરની સ્થિતિ મુજબ એની વેલ્યુએશન નક્કી થશે. આમા તમારું ટુ- વ્હીલરનો રજિસ્ટર્ડ નંબર નહી બદલાષે, પરંતુ ગ્રીન નંબર પ્લેટ મળશે. આ ઇવી કન્વર્ઝન કીટમાં 2.8 કિલોવોટ-આર બેટરી પેક લાગશે જે 2 કિલોવોટ બ્રશલેસ ઇલેકટ્રીક મોટરથી સજ્જ હશે. તાજેતરમાં એક હીરો હોન્ડા સ્પલેન્ડરને ઇલેકટ્રીક અવતારમાં રજૂ કરવામાં આવ્યું છે.
આ હીરો હોન્ડા સ્પલેન્ડરમાં બજાજ પલ્સરમાંથી લેવામાં આવેલી બ્રેક્સ અને શૂઝ લગાવવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રીક સ્પલેન્ડરની ક્ષમતા 2.4 BHP તાકાત અને 63 NM પીક ટોર્ક છે. જો કે મોટાભાગના વાહનોને વધારેમાં વધારે 6.2 BHP સુધી વધારી શકાય છે. ઇલેક્ટ્રીક સ્પલેન્ડરની ટોપ સ્પીડ કલાકના 80 કિ.મી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આને એક વખત ચાર્જ કરવાથી 151 કિ.મી સુધી ચલાવી શકાય છે. આમા રીજનરેટીવ બ્રેકીંગ ટેકનિક પણ રાખવામાં આવી છે જેને લીધે તેની બેટરી 5-20 ટકા સુધી પોતે જ ચાર્જ થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.