યુપીની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે આ પક્ષ સાથે ગંઠબંધન નું એલાન કર્યુ…

યુપી ચૂંટણી ૨૦૨૨ માટે ભારતીય જનતા પાર્ટી અને નિષાદ પાર્ટી એકસાથે ચૂંટણી લડશે. બંનેનાં ગંઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ અને નિષાદ પાર્ટી વતી પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપવામાં આવી હતી.

બને સાથે ,અપના દળ ગઠબંધનમાં સામેલ છે, પત્રકાર પરિષદમાં ભાજપનાં પ્રદેશ પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને નિષાદ પાર્ટીનાં સંજય નિષાદ પણ હાજર હતાં.

પત્રકાર પરિષદમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ ગઠબંધન પીએમ મોદી અને સીએમ યોગીના નામે યુપીની ચૂંટણી લડશે. જનતાને પીએમ મોદી અને સીએમ યોગીનાં કામમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગંઠબંધનમાં નિષાદ પાર્ટી અને અપના દળને કેટલી બેઠકો મળશે ? આ અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું ,”સીએમ યોગી અમારા નેતા છે, સહયોગી પક્ષોને સન્માનજનક બેઠકો મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.